Western Times News

Gujarati News

આગામી ત્રણ મહિના મધ્ય, ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે

નવી દિલ્હી, શિયાળાની ત્રણ મહિનાની આ ઋતુ દરમ્યાન સમગ્ર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના દ્વિપકલ્પિય પ્રદેશોમાં સામાન્યથી લઇને સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાઇ શકે છે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું.

હિમાલયનો પશ્ચિમ ભાગ, હિમાલયની તળેટી, પૂર્વાેત્તરના રાજ્યો અને પૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાંક પ્રદેશોમાં સામાન્ય કરતા પણ વધુ નીચું તાપમાન જોવા મળશે એમ હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ આજે યોજાયેલી ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ ને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ચારથી પાંચ દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું (કોલ્ડ વેવ) ફરી વળશે. આ એવા વિસ્તારો છે જે ડિસેમ્બરથી ફેબ્›આરી વચ્ચે ચાર થી છ દિવસ સુધી કોલ્ડ વેવનો અનુભવ કરે છે.

આ શિયાળામાં પણ ડિસેમ્બરથી ફેબ્›આરી વચ્ચે મધ્ય ભારત અને તેની નજીક આવેલાં દ્વિપકલ્પિય પ્રદેશમાં સામાન્યથી લઇને સામાન્ય કરતા પણ નીચી સપાટીએ તાપમાનનો પારો ઉતરી જાય એવી શક્યતા છે, જ્યારે ભારતના બાકીના વિસ્તારોમાં સામાન્ય કરતાં સહેજ વધુ તાપમાન નોંધાઇ શકે છે એમ મોહાપાત્રએ કહ્યું હતું.

સમગ્ર આકાશ વાદળોથી ભરાઇ જતાં કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ આ ખીણ પ્રદેશના ઉંચાઇવાળા કેટલાંક પહાડી પ્રદેશો ઉપર આજે બરફવર્ષા થઇ હતી એમ સોમવારે અહીં એક સરકારી અધિકારીએ કહ્યું હતું.

સોમવારે શ્રીનગર-કારગીલ રોડ પર આવેલાં જોઝીલા ઘાટ નજીક આવેલાં મીનીમર્ગ ખાતે હળવી બરફવર્ષા શરૂ થઇ હતી. ગઇકાલ રાતથી સમગ્ર આકાશ વાદળોથી છવાઇ જતાં કાસ્મીરની કોલ્ડ વેવની સ્થિતિમાં સુધારો થયો છે, કેમ કે ગઇકાલ રાતથી તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થયો છે એમ અધિકારીએ કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.