ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા
ગાંધીનગર, ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓનો કોઇ અંત આવી રહ્યો નથી. ગાંધીનગરના મહિલાએ ફેસબુક પર શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની જાહેરાત જોઇને સંપર્ક કર્યા બાદ તેને કોટક સિક્યુરીટીઝ નામના વોટ્સએપ ગુÙપમાં જોડવામાં આવ્યા હતાં.
બાદમાં લીંક મોકલીને રોકાણના નામે ગઠિયાએ રૃપિયા ૧૦ લાખ પડાવી લીધા હતાં. જોકે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસનું શરણુ લેતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં.ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં દિકરી સાથે રહેતા અને પીજી ચલાવતા રક્ષાબેન મધુકાંત ભટ્ટ દ્વારા આ સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેમણે ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને આકર્ષક વળતર મેળવવા સંબંધેની જાહેરાત જોઇ હતા.
તેમાં સ્ટોક માર્કેટ એનાલીસીસ, શેરીંગ અને ગાઇડન્સ આપવાની વાતો સામેલ હતી.જેના પગલે રક્ષાબેને જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનું વોટ્સએપ ગુÙપ સવા વર્ષ પહેલા જોઇન કરી લીધુ હતું. તેમણે જોકે બે મહિના સુધી ગુÙપમાં થતી ગતિવિધિઓનું નિરિક્ષણ કર્યુ હતું. દરમિયાન આવેલા વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે તગડા વળતરની વાતો કરીને લીંક મોકલી હતી.
જેને ક્લીક કરતાં કોટક નીઓ નામની એપ્લિકેશન ઓપન થતાં રજીસ્ટ્રેશન કર્યુ હતું. નવેમ્બર ૨૦૨૪થી તેમાં રોકાણ કરવાનું શરૃ કરાવીને ભારતી લોંગોવાલ નામધારી વ્યક્તિએ તેમની પાસે રૃપિયા ૧૦ લાખ જેટલું રોકાણ જુદા જુદા બેંક ખાતાઓમાં કરાવી દીધુ હતું.
બાદમાં ગઠિયાઓએ તેમને ગ્પમાંથી રિમુવ કરી દેતા છેતરાઇ ગયાની જાણ થતાં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ પર જાણ કરી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં. પરંતુ ૪.૮૨ લાખ પરત નહીં મળતાં આખરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.SS1MS
