શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ ૨.૮૮ લાખ ગુમાવ્યા
અમદાવાદ, લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને સાહિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં શેરબજારમાં તગડો નફો કમાવવાની લાલચમાં વેપારીએ રૃ. ૨.૮૮ લાખ ગુમાવ્યા હતા.
જેમાં સાયરબર ગઠિયાએ ફેસબુકમાં એપ્લીકેશનની લિંક મોકલી ડાઉનલોડ કરાવી પતિ-પત્નીનું બેન્ક ખાતું ખાલી કરી દીધું હતું. નિકોલ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબુક જોતા રોકાણનો મેસેજ આવતા લિંક પર ક્લિક કર્યું અને પતિ પત્નીનું ખાતું ખાલી ઃ નિકોલ પોલીસ ગુનો નોંધી તપાસ શરુ કરીનિકોલમાં રહેતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પંદર દિવસ પહેલા વેપારી ફેસબુકમાં કેપિટલ બજારનો ઇન્વેસ્ટમેન્ટનો મેસેજ જોયા બાદ આપેલી લિંક ઉપર ક્લિક કરતા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ટ્રેડિંગ કરવા અંગેની વાત કરી હતી.
શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવાની લાલચ આપીને લિંક મોકલીને કેપીટલ બજાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આઇડી બનાવી આપ્યા બાદ વેપારી અને તેમની પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ કુલ રૃ. ૨.૮૮ કાઢી લીધા બાદ વેપારીએ ફોન કરતા બંધ હતો અને રૃપિયા વિડ્રો પણ થતા ન હતા.SS1MS
