Western Times News

Gujarati News

અમે ૫૮૦ કલાકારોને કાસ્ટ કર્યા છે, કોઈ ફિલ્મે આવું બતાવ્યું નથી: રોહિત શેટ્ટી

મુંબઈ, રોહિત શેટ્ટીએ જોહ્ન અબ્રાહમ સાથે રાકેશ મારિયાની બાયોપિકનું કામ શરૂ કરી દીધુ છે. જોહ્ન અબ્રાહમના પોલિસની વર્ધીમાં યુનિફોર્મવાળી તસવીરો પણ સેટ પરથી વાયરલ થઈ રહી છે. ત્યારે હવે આ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મ વિશે વાત કરી છે.

મુંબઇ પોલિસના ટોચના અધિકારીઓ, પૂર્વ પોલિસ કમિશનર અને વરીષ્ઠ અધિકારીઓ રાકેશ મારિયાના બીજા પુસ્તક ‘વ્હેન ઇટ ઓલ બિગેન’ના વિમોચનમાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ ઇવેન્ટમાં અજય દેવગન, રોહિત શેટ્ટી, નાના પાટેકર, મહેશ ભટ્ટ અને બોની કપૂર પણ હાજર રહ્યા હતા. આ દરેકે મુંબઇ પોલિસને શુભેચ્છાઓ માનીને આભાર વ્યક્ત કર્યાે હતો.

આ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જ્યાં તેણે જણાવ્યું હતું કે તેણે પહેલાંથી જ રાકેશ મારિયાની બંને ફિલ્મના અધિકાર મળેવી લીધા છે અને આ બંને પુસ્તકો પરથી ફિલ્મ બની રહી છે.

મંચ પર નાના પાટેકરે જ્યારે કહ્યું કે હવે ફિલ્મ મેકર્સ આ પુસ્તકના કોપી રાઇટ્‌સ લેવા પડા પડી કરશે, ત્યારે રોહિત શેટ્ટીએ આ વાત કરી હતી. ત્યારે રોહિત શેટ્ટીએ તરત કહેલું, “મારી પાસે પહેલાંથી જ તેના આધિકારો છે.” સાથે રોહિત શેટ્ટીએ એવું પણ કહ્યું કે તેણે આ પુસ્તકો પરથી ફિલ્મનું કામ શરૂ પણ કરી દીધું છે, જેમાં જ્હોન અબ્રાહમ રાકેશ મારિયાનો રોલ કરે છે.

રોહિત શેટ્ટીએ આ ફિલ્મને સન્માન અને કોસ્મિક કનેક્શન સમાન ગણાવી હતી, કારણ કે આ ફિલ્મ કોઈ એવા પર બને છે, જેને તે બાળપણથી ઓળખે છે. આ ફિલ્મ જે મોટા સ્તર પર બની રહી છે, તે અંગે રોહિત શેટ્ટીએ કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે ૫૮૦ કલાકારોનું કાસ્ટિંગ કર્યું છે, કારણ કે આ પુસ્તકમાં દરેક કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર, હવાલા કરનાર, દાયકાઓમાં વિવિધ કેસમાં સંકળાયેલા દરેક ઓફિસરના પણ નામ લખેલા છે.

આ ફિલ્મમાં સૌથી મહત્વનો ભાગ ૨૬/૧૧ની મુંબઇ પોલીસ હેડક્વાર્ટર હુમલાની ઘટનાને પડદા પર બતાવવાનું છે. રોહિત શેટ્ટીએ જણાવ્યું, “ચાર કલાકમાં ૧૩૦૦ કોલ આવ્યા હતા. ફિલ્ડમાં ઘણા અધિકારીઓ હતા, એ કોઈ ફિલ્મમાં બતાવ્યું નથી.”

મારિયાએ જે બારીકાઈથી ફિલ્મમાં બધું લખ્યું છે, તે પહેલી વખત ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટીએ મજાક પણ કરી હતી, તેણે કહ્યું કે એમના જુનિયર્સે એમનું નામ “મારી બિસ્કીટ” પાડેલું, મને લાગે છે, બધાએ એમની પાસેથી સ્પોનસરશિપ લેવી જોઈએ. આ ઇવેન્ટ પછી એક ઇન્ટરવ્યુમાં રાકેશ મારિયાએ કહ્યું, “મારે કોઈ વસ્તુમાં દખલ કરવાની જરૂર નથી. મને તમના પર પુરતો વિશ્વાસ છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.