સમંથા રુથ પ્રભુ અને ડિરેક્ટર રાજ નિદિમોરુએ ગુપચુપ લગ્ન કરી લીધાં
મુંબઈ, સમંથા રુથ પ્રભુ અને તેની જ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ અને ‘સિટાડેલઃ હની બની’ના ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે તમિલનાડુના કોઇમ્બતોરમાં આવેલા જગ્ગી વાસુદેવ સદ્દગુરુના ઇશા ફાઉન્ડેશમમાં લગ્ન કરી લીધાં છે, તેમણે બંનેએ પોતાની તસવીરો ઇસ્ટાગ્રામ પર શેર કરી છે.
લાંબા સમયથી સમંથા અને રાજ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલુ હતી. તેની વચ્ચે રાજના ઇસ્ટાગ્રામ પર આ તસવીરો જોવા મળી છે. આ સાથે જ તેમની રિલેશનશીપ જાહેર થવાની સાથે તેમના બહુ જ ખાનગી લગ્ન પણ થઈ ગયાં છે.
૨૦૨૪થી તેમની રિલેશનશિપની ચર્ચાઓ ચાલતી હતી. તેમણે સોમવારે સવારે લગ્ન કરી લીધાં છે. સમંથાએ પોતાની અને રાજની તસવીરો શેર કરીને કૅપ્શનમાં લખ્યું, “૦૧.૧૨.૨૦૨૫”વિધિ દરમિયાન સમંથા અને રાજ બંને સાદગીભર્યા લૂકમાં જ રહ્યાં હતાં. સમંથાએ એક લાલ સિલ્કની સાડી પહેરી હતી અને સાથે પરંપરાગચ ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.
જ્યારે રાજે સાદા વ્હાઇટ કૂર્તા અને ચૂડીદાર સાથે ગોલ્ડન નહેરુ જેકેટ પહેર્યું હતું. ઇશા ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલાં નિવેદનમાં જણાવાયું છે કે કોઇમ્બતોરના ઇશા યોગ સેન્ટરના લિંગા ભૈરવી દેવી મંદિરમાં સોમવારે સવારે, સમંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુ એ ભુત શુદ્ધી વિવાહ વિધીથી લગ્ન કરી લીધાં છે.
આ નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ વિધિમાં દંપતિના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયાં હતાં. રાજ ને સમંથા આ પેહલાં બે સિરીઝમાં સાથે કામ કરી ચૂક્યાં છે, હવે નેટફ્લિક્સ પર તમની ત્રીજી સિરીઝ રક્ત ર્બ્હમાંડઃ ધ બ્લડી કિંડમ આવશે.SS1MS
