સહ-આરોપીને જામીન મળ્યાના એકમાત્ર આધારે આરોપીને જામીન ન મળેઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકન જણાવ્યું હતું કે જામીન એક નિયમ છે અને જેલ એક અપવાદ છે, તેવા સિદ્ધાંતનું પાલન કરી અદાલતો જામીન આપતી હોય છે, પરંતુ ફોજદારી કેસોમાં આરોપીને જામીન આપવા માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી.
આ અવલોકન કરીને સર્વાેચ્ચ અદાલતે સહ-આરોપીને જામીન મળ્યા હોવાથી આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર આધારે આરોપીને પણ જમીન આપ્યા હતાં. જસ્ટિસ સંજય કરોલ અને એન કોટીશ્વર સિંહ બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે જામીનને ઘણીવાર નિયમ અને જેલને અપવાદ ગણાવવામાં આવે છે.
આનો પર જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. જોકે આનો અર્થ એ નથી કે આરોપી વ્યક્તિની ધરપકડ કયા ગુના માટે કરવામાં આવી છે તેના સંજોગોને ધ્યાનમાં લીધા વગર જામીનની રાહત મંજૂર કરવામાં આવે. આ સંદર્ભમાં એ નોંધવું જોઈએ કે જામીન આપતી વખતે કોર્ટે અનેક પાસાઓ ધ્યાનમાં લેવા પડે છે. આ અદાલતે આપેલા ઘણા ચુકાદાઓમાં ગણતરીમાં લેવા યોગ્ય ઘણા પાસાંઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે આરોપીઓને જામીન આપવામાં સંબંધિત તમામ બાબતો ધ્યાનમાં લેવામાં અલ્હાબાદ હાઈકોર્ટ નિષ્ફળ ગઈ છે. કોર્ટે સમાનતાના એકમાત્ર આધાર પર ભૂલથી જામીન આપ્યા હોય તેવું લાગે છે. કોર્ટે સમાનતાનો સીધો સિદ્ધાંત લાગુ કરવાની ગેરસમજ કરી છે. તેમાં આરોપીએ ભજવેલી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રીત કરાયું નથી. એકમાત્ર સમાનતાના સિદ્ધાંતને આધારે જામીન આપી શકાય નહીં અને તે કાયદો યોગ્ય અમલ છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક જ ગુનામાં આરોપીઓની વિવિધ ભૂમિકા હોઇ શકે છે. કેટલાંક આરોપી મોટા ગ્‰પનો સભ્ય હોય છે, જ્યારે કેટલાંક હિંસા ભડકાવાની ભૂમિકામાં હોય છે.SS1MS
