ઓટીટી પ્લેટફોર્મ્સ સર્જનાત્મકતાને બાંધી દે છે: પંકજ ત્રિપાઠી
મુંબઈ, ભારતમાં ઓટીટીની ક્રાંતિ આવે એ ઘટનાને હવે આઠ વર્ષ થવા આવ્યા છે. ઓટીટીથી ભારતમાં વાર્તા કહેવાની નવી શૈલી આવી, પરંતુ કોઈ પણ ક્રાંતિની જેમ ઓટીટીની પણ હકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓ છે.
એક તરફ ઓટીટી પ્લટફર્મે દર્શકોની કન્ટેન્ટ જોવાની આદત બદલી નાખી છે અને જે પ્રકારની વાર્તાઓને પહેલાં જોખમી માનવામાં આવતી તેને પણ ઓટીટી પર સ્થાન મળતું થયું, જ્યારે સમયાંતરે ઘણા ફિલ્મ મેકર્સ અને ઘણી વાર્તાઓને પ્રોડ્યુસ કરવાથી પ્લેટફર્મ ઇનકાર પણ કરવા માંડ્યા છે. તાજેતરમાં ઓટીટીથી પોતાલી અલગ લોકપ્રિયતા મેળવનાર પંકજ ત્રિપાઠીએ કહ્યું કે હવે ઓટીટી પ્લેટફર્મે સર્જનાત્મકતાને બાંધવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં પંકજ ત્રિપાઠી પ્રોડ્યુસર બન્યા છે અને તેમણે પરફેક્ટ ફેમિલી નામની વેબસિરીઝ બનાવી છે. મહત્વની વાત એ છે કે તેમની આ સિરીઝ કોઈ ઓટીટી પર રિલીઝ થવાને બદલે યૂટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે.
આ અંગે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું, “તમે જ્યારે કોઈ પ્લેટફર્મ સાથે જોડાઓ છો, તો તમારી સર્જનાત્મકતા બંધાઈ જાય છે, તમારા પર ઘણું દબાણ હોય છે અને દખલ પણ હોય છે. કોણ ક્રિએટિવ હેડ હશે, એ લોકો નક્કી કરે છે, તમારી સ્ક્રિપ્ટની મંજુરી લેવી પડે છે, પછી એ લોકો કહેશે કે પ્રોડક્શન વેલ્યુ બરાબર નથી.
પરંતુ અહીં(યુટ્યુબ)માં, તમને પુરી આઝાદી છે.”આગળ પંકજ ત્રિપાઠીએ જણાવ્યું, “મને યાદ છે, હું એક વેબ સિરીઝ માટે શૂટ કરતો હતો અને મેં એક ડાયલોગમાં ઇમ્પ્રોવાઇઝ કર્યું. એક ક્રિએટિવ હેડ મારી પાસે દોડતા દોડતા આવ્યો અને કહ્યું, “આ ન બોલશો.”
જ્યારે મેં પૂછ્યું કેમ, તો એણે કહ્યું, મારે લીગલ ટીમ સાથે ચેક કરવું પડશે. અને મને થયું, હવે લીગલ ટીમ નક્કી કરશે મારે ડાયલોગ કઈ રીતે બોલવો? થોડું ઓડિયન્સને પણ નક્કી કરવા દો.
જો એમને કંઈ નહીં ગમે તો એ લોકો જાતે જ એને નકારી કાઢશે.”આગળ તેમણે જણાવ્યું, “એક સીનમાં મારે એક કવિતા વાંચવાની હતી. એમણે મને કહ્યું, એમને કોપી રાઇટ્સની મંજુરી લેવી પડશે. મેં કહ્યું, માત્ર ચાર લાઇન તો છે, એમાં કોપી રાઇટ્સનો શું વાધો છે? મેં આગ્રહ કર્યાે, પણ એમણે ઇનકાર કરી દીધો અને અંતે શૂટિંગ પણ અટકી ગયું. તેથી મેં કવિના પરિવારનો સંપર્ક કર્યાે. મેં એમના દિકરા સાથે વાત કરી, એમણે કહ્યું, એમાં કોઈ કોપી રાઇટ છે જ નહીં. ઉપરથી એમણે પૂછ્યું કે એ મારી સાથે, બૂક પકડીને ફોટો પડાવી શકે? તો એના પિતા ખુશ થશે. પછી એ સીન શૂટ થયો.”SS1MS
