Western Times News

Gujarati News

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો તથા રોજગાર અવસરો આપીને તેમની અસિમ શક્તિને વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડવાની GARCના છઠ્ઠા અહેવાલમાં ભલામણો

છઠ્ઠા અહેવાલની મુખ્ય ભલામણો

Ø  ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા

Ø  સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ  ટેસ્ટ (CET)

Ø  દર બે વર્ષે નિશ્ચિત રિક્વીઝેશન વિન્ડો

Ø  સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન

Ø  કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ

Ø  રિક્વિઝનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડીજીટલ વર્કફ્લો

Ø  ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો – પુનર્ગઠન

Ø  કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ

Ø  10 વર્ષનું ભરતી કેલેન્ડર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે.

મુખ્યમંત્રીશ્રીને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.

GARCના આ છઠ્ઠા અહેવાલમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તે અનુસાર,

1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન

જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે  થી ૧૨ મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા ૬ થી  મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં  સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે.

2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)

સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

3દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો

દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમોપરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. આના પરિણામેભરતી પ્રક્રીયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)

હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે.

5. કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ

ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડજેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ GARCના આ અહેવાલમાં થઈ છે.

6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો

એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

 7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.

8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ

રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે.

9. ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર

દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ GARCએ કરી છે.

દેશના વિકાસમાં અગ્રેસર ગુજરાતના યુવાનોને ઝડપથી વધુ અને અસરકારક રોજગારીની તકો ઉપલબદ્ધ કરાવવાના સંકલ્પને આ ભલામણોથી પાર પાડી શકાશે.

એટલું જ નહિ, GARCએ સુચવેલી આ ભલામણો અમલમાં મુકાવાથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકેરાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાયલાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય અને સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.

મુખ્યમંત્રીશ્રીને GARCનો આ છઠ્ઠો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસમુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌરમુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘવહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા તથા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources  ઉપર અપલોડ કરવામાં આવેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.