કોહલી ૨૩.૭૫ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે ભારતનો નંબર વન સેલિબ્રિટી
નવી દિલ્હી, ભારતીય કેપ્ટન કોહલીએ ૨૩.૭૫ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે સતત ત્રીજા વર્ષે દેશના નંબર વન સેલિબ્રિટી તરીકેનું સ્થાન મેળવ્યું છે. એક વૈશ્વિક સંસ્થાએ જાહેર કરેલા રેટિંગ અનુસાર કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં એક વર્ષમાં ૩૯ ટકાનો વધારો થયો છે. ભારતના ટોપ-૨૦ સેલિબ્રિટીઝની યાદીમાં ચાર ક્રિકેટરોનો સમાવેશ થાય છે, જેમાં કોહલી ઉપરાંત સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે.
કોહલી પછી બીજા ક્રમે અક્ષય કુમાર છે, જેની બ્રાન્ડ વેલ્યૂ ૧૦.૪૫ કરોડ ડોલર આંકવામાં આવી છે. ત્રીજા ક્રમે દીપિકા અને રણવીર ૯.૩૫-૯.૩૫ કરોડ સાથે સંયુક્તપણે ત્રીજા ક્રમે છે. જ્યારે શાહરૂપ ૬.૬૧ કરોડ ડોલર સાથે પાંચમા સ્થાને છે. ધોની ૪.૧૨ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે નવમા સ્થાને છે. લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરની બ્રાન્ડવેલ્યૂ ૨.૫૧ કરોડ ડોલરની છે અને તે હાલમાં ૧૫માં સ્થાને છે. જ્યારે રોહિત શર્મા ૨.૩૦ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ૨૦માં સ્થાને છે. સેલિબ્રિટીઝના કોન્ટ્રાક્ટને આધારે બ્રાન્ડ વેલ્યૂ ગણવામાં આવી છે.