Western Times News

Gujarati News

ટૂંક સમયમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં સરકારી ભરતી થશે

અમદાવાદ, રાઈઝીંગ ગુજરાતમાં આજે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. જેમાં તેમને મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મળવાને લઈને જણાવ્યું કે, ભાજપમાં દરેક કાર્યકરો કામ કરતા હોય છે અને દરેકને અલગ અલગ જવાબદારી મળતી હોય છે.

સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપે ક્્યારેય પણ મત બેંકના આધારે રાજનીતિ કરી. પાર્ટીએ ફરી તક આપી તેને લઈને જણાવ્યું કે હું ભાજપનો આભારી છું. જેટલા પણ પદ મને આપ્યા તેને લઈને આભાર માનું છું. હવે ઉર્જા અને પેટ્રોકેમિકલને લઈને જે પદ આપ્યું તેને લઈને આભાર માનું છું.

આરોગ્ય મંત્રીથી ઉર્જા મંત્રીનું પદ મળવાને લઈને તેમણે કહ્યું આને લઈને મને ખૂબ આનંદ છે. સ્થાનિક સ્વરાજને લઈને ચૂંટણીને લઈને તેમણે જણાવ્યું કે, ખાસ કરીને ૨૦૦૧થી તમામ પ્રકારની ચૂંટણીમાં જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્્યો છે. સાથે જ તેમણે કહ્યું કે વિકાસના નામે તમને તમ ચોક્કસ મળે છે પછી તમે ગમે ત્યાં જાઓ.

જીવન જીવવા માટે નાનામાં નાની કોઈ પણ વસ્તુની કમી જેને ન પડે ત્યારે જનતાને આ વાતો ધ્યાન રહે છે. કોરોનાનો મુશ્કેલ સમય યાદ કરતા કહ્યું કે તે સમયે ભાજપના કાર્યકરો જ કામે દોડ્યા હતા. સાથે જ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પણ તેમણે કહ્યું કે ત્યારે પણ ભાજપના કાર્યકરો દોડ્યા હતા. સરકારી ભરતીને લઈને તેમણે જણાવ્યું કે જે સેવા વર્ગ અને ટેÂક્નકલ વર્ગને લઈને જે ભરતી કરવાની છે. તેને લઈને કામગીરી ચાલુ છે.

બંન્નેમાં ૭૫૦૦થી ૭૬૦૦ જેટલી ભરતીઓ ટૂંક સમયમાં થવાની છે. સાથે જ તેમણે કહ્યું કે હમણાં જે ભરતી થઈ તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ડર ઇશ્યુ કર્યા હતા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો ભવનો જે જર્જરિત હાલતમાં છે તેને લઈને તેમણે કહ્યું ૪ જેટલી જિલ્લા પંચાયત અને ૩૫ જેટલી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં આ તમામ પોતે પોતાના ભવનમાં બેસી શકે તેને લઈને નાણા ફાળવણી કરી દેવામાં આવી છે.

તાલુકા પંચાયતના મકાનો બને જિલ્લા પંચાયતના મકાનો બને અને સાથે ગ્રામ પંચાયત પંચાયત પણ બાકી ન રહે તેને લઈને ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયત માટે નાણાની ફાળવણી કરી ચૂક્્યા છે.

જેથી આગામી સમયમાં કશું નહીં રહે. જ્યાં મકાનોની સુવિધા ન હોય, પાણી પડતું હોય કે ખૂબ જૂનું થઈ ગયું હોય. તમામ લઈને નાણાની ફાળવણી કરી દેવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું કે તમને લાગે કે ચૂંટણી આવે એટલે આ બધું થયું પરંતુ સરકારની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. લગભગ દોઢ થી ૨ વર્ષ પહેલા પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.