વડોદરાની મહિલા સાથે ભેજાબાજે ૧.૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી
૧.૨૩ કરોડની માંગણી કરવા છતાં પણ તેઓ તે રકમ ચૂકવતા ન હતા
વડોદરા, બીટકોઈનમાં ઇન્વેસ્ટ કરવાના બહાને વડોદરાની મહિલા સાથે બેંગ્લોરના ભેજાબાજે ૧.૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા અનુપમાં ઉપેન્દ્રભાઈ અમીન તેમની માતા પાદરા તાલુકાના લકડીકેઈ ગામે સ્વજન કમ્યુનિટી કેર ખાતે સારવાર હેઠળ હોવાથી અનુપમાબેન વારંવાર ત્યાં જતા હતા.
ત્યારે બેંગ્લોરમાં રહેતો સેમ્યુઅલ જોસેફ સાથે સંપર્ક થયો હતો અને સેમ્યુઅલે અનુપમાબેન સાથે વિશ્વાસ કેળવીને બીટકોઈનમાં રોકાણ કરો તો સારું વળતર મળશે તેમ જણાવી ૧.૨૬ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ તેમાંથી મળતા પ્રોફિટ મુજબ થોડીક રકમ ચૂકવી હતી. જ્યારે ૧.૨૩ કરોડની માંગણી કરવા છતાં પણ તેઓ તે રકમ ચૂકવતા ન હતા. જેથી આ અંગે અનુપમાબેને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
