પંજાબ નેશનલ બેંક સહિત દસ બેંકોનું વિલીનીકરણ થશે
નવી દિલ્હી, દેશની ૧૦ સરકારી બેંકોનું એપ્રિલ માસ સુધીમાં વિલીનીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે પગલાં લેવાનો આરંભ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક, ઓરીએન્ટલ બેંક આૅફ કોમર્સ અને યુનાઇટેડ બેંક આૅફ કોમર્સનું પણ વિલીનીકરણ થશે. સરકારી સૂત્રે કહ્યું કે બેંકોના વિલીનીકરણનું ગ્રાઉન્ડ વર્ક પૂરું થઇ ચૂક્યું છે અને એપ્રિલ સુધીમાં દસ સરકારી બેંકો વિલીન થઇ જશે. યુનાઇટેડ બેંક આૅફ ઇન્ડિયાના એમડી અશોક કુમાર પ્રધાને કહ્યું કે મોટે ભાગે આ અઠવાડિયેજ સરકાર વિલીનીકરણની ઔપચારિક જાહેરાત કરશે એવું લાગે છે. બેંકોનું વેલ્યુએશન ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ માસના કામકાજના આંકડા અને પરિણામો પર આધારિત હશે.