કેન્દ્ર સરકાર એક રૂપિયાની નવી નોટ જારી કરવા જઇ રહી છે
નવી દિલ્હી, નોટબંધી બાદ દેશમાં રીજર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલીય નવી નોટ જારી કરી ચુક્યું છે. ૧૦ રૂપિયાની નોટથી લઇ ૨૦૦૦ રૂપિયા સુધીની નોટ સામે આવી ચુકી છે. હવે એક રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા માટે તૈયારી ચાલી રહીં છે. ખાસ વાત એ છે કે આ નોટ આરબીઆઇ નહીં પણ કેન્દ્ર સરકાર લાવી રહીં છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ એક રૂપિયાની નોટ કેન્દ્રનું નાણા મંત્ર્યાલય જારી કરે છે. જ્યારે બાકી નોટની પ્રિન્ટીંગની જવાબદારી આરબીઆઇની હોય છે. આ નોટ પર આઇરબીઆઇના ગવર્નરની સહી નહીં પરતુ રેવેન્યુ સેક્રેટરીની સહી હોય છે. હવે સવાલ એ થાય છે કે આ નવી નોટ કેવી હશે અને જુની નોટ કરતા તેમાં અલગ શું હશે.