લોકેશ કનગરાજની આગામી ફિલ્મમાં અલ્લુ અર્જૂન દેખાશે
મુંબઈ, અલ્લુ અર્જૂન લોકેશ કનગરાજની ફિલ્મ ‘ઇરુમ્બુ કઈ માયાવી’માં કામ કરવાનો હોવાની ચર્ચા છે. જોકે, આ મુદ્દે હજુ લોકેશ કનગરાજ કે અલ્લુ અર્જૂન કોઈ તરફી કશું જાહેર કરવામાં આવ્યું નથી.
તેમની વચ્ચે આ વિશે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો છે, તેનાથી અલ્લુ અર્જૂનના ફૅન્સ ખુશ થઈ ગયાં છે.એવા અહેવાલો છે કે મેકર્સ લોકેશ કનગરાજ ડિરેક્ટ કરે છે અને કેવીએન પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરે છે એવી આ ફિલ્મ માટે પવન કલ્યાણને લીડ રોલ માટે મળ્યા હતા. પરંતુ એ અંગે કોઈ કોઈ જ કન્ફર્મેશન મળ્યું નથી. ત્યારે હવે લોકેશ કનગરાજે આ ફિલ્મ અલ્લુ અર્જૂનને ઓફર કરી હોવાની ચર્ચા છે.
જોક, હજુ અલ્લુ અર્જૂને પણ આ અંગે હા પાડી નથી.તાજેતરમાં જ અલ્લુ અર્જૂન જાહેરમાં દેખાયો હતો અને તે જાતે જ એસયુવી ડ્રાઇવ કરીને નીકળ્યો હતો. તેણે બેઈજ શર્ટ અને મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતું, સાથે ગળામાં ચેઇન, ટિન્ટેડ ચશ્મા અને સ્ટેટમેન્ટ વોચ સાથે તે સ્ટાઇલિશ લાગતો હતો. સોશિયલ મીડિયામાં તેના આ લૂકના ઘણા વખાણ થયા છે.
હાલ તો અલ્લુ અર્જૂન અટલીની એએ૨૨એ૬માં કામ કરી રહ્યો છે, તેઓ બંને આ ફિલ્મ માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ એક સાઇ ફાઇ ફિલ્મ હોવાથી તેના વિશે પહેલાંથી જ ઘણી ચર્ચા છે. પહેલાં એવી પણ ચર્ચા હતી કે આ ફિલ્મમાં બે હિરોને લીડ રોલમાં લેવાશે.
પરંતુ થોડા વખત પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ અંગે અલ્લુ અર્જૂને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હા આ મારી ૨૨મી ફિલ્મ છે, જે અટલી સાથે છે. જેણે જવાન બનાવી હતી. હવે અમે સાથે કામ કરી રહ્યા છીએ. એણે મને કહ્યો એ આઇડિયા મને ગમ્યો છે અને એની કલ્પના પણ ગમી અને મને લાગ્યું કે એ ઘણી રીતે મારી ફિલ્મ છે, તેથી અમે ઇન્ડિયન સિનેમાને એક અલગ પ્રકારની ફિલ્મ આપવાની આશા રાખીએ છીએ.”SS1MS
