પુત્રીના પ્રેમલગ્નથી દુખી થયેલા આખા પરિવારે આત્મહત્યા કરી લીધી
મુંબઇ, સમાજ નહી સ્વીકારે તેવી બીકથી પ્રેમી પંખીડાઓ આત્મહત્યા કરતા હોવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. પણ મહારાષ્ટ્રમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિવારની યુવતીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવાના કારણે આખા પરિવારે આત્મ હત્યા કરી લીધી છે.
મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લામાં રહેતી રવિન્દ્ર વરગંટીવારની પુત્રીએ બીજી કાસ્ટના યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારે ના પાડતા આ યુવતીએ ભાગી જઈને મંદિરમાં રવિવારે લગ્ન કરી લીધા હતા. પુત્રીના લગ્નથી માતા-પિતા અને તેના ભાઈને આઘાત લાગ્યો હતો. એ પછી ત્રણે જણાએ સોમવારે બપોરે કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. મરનારામાં રવિન્દ્ર, તેમના પત્ની વૈશાલી અને પુત્ર સાંઈરામનો સમાવેશ થાય છે.