‘એક સ્ત્રી સિવાય કોઈ તેની સફળતા નક્કી કરી શકે નહીં: દિયા મિર્ઝા
મુંબઈ, દિયા મિર્ઝાએ ઉમર વધતા સ્ત્રીઓને ઇન્ડસ્ટ્રીમાં જે અસમાનતાનો ભોગ બનવું પડે છે, તે અંગે વાત કરી છે. તેણે કહ્યું કે રોમેન્ટિક રોલ કરતી આ સ્ત્રીઓને હંમેશા નજર અંદાઝ કરી દેવાય છે. દિયા મિર્ઝા હંમેશા સામાજિક મુદ્દા કે પર્યાવરણ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતી રહી છે.
ફરી એક વખત તેણે આવા જ એક અસમાનતાના મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે જેવી ઇડસ્ટ્રીમાં સ્ત્રીઓની ઉંમર વધે છે કે, તે પડદા પરથી ધીરે ધીરે ગાયબ થતી જાય છે. દિયાએ કહ્યું કે હિરોન ઉઁમર થાય તો લોકો તેનાં વખાણ કરે છે. જ્યારે હિરોઈનની ઉમર વધે તો તેનો સંઘર્ષ વધી જાય છે.
તાજેતરમાં એક ઇવેન્ટાં તેણે પત્રકાર બરખા દત્ત સાથે ચર્ચા કરી હતી, તેણે કહ્યું કે આટલાં વર્ષાેમાં ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ પદ્ધતિમાં ઘણું ઓછું પરિવર્તન આવ્યું છે. દિયાએ કહ્યું, આજે પણ એક્ટ્રેસને પહેલાંની જેવી જ બીબાંઢાળ રોલમાં તેનાંથી મોટી ઉંમરના હિરો સાથે કાસ્ટ કરવામાં આવે છે.
દિયાએ કહ્યું, “મને બહુ રસપ્રદ લાગે છે કે મને આજે ૫૦ વર્ષ પૂરા કરવા પહોંચ્લા, ૬૦ વર્ષના કે ૭૦ વર્ષના પણ એક્ટર સાથે કાસ્ટ કરવામાં આવે છે અને અમારે સ્ક્રીન પર સરખા અને રોમેન્ટિક દેખાવાનું હોય છે.”આ સાથે તેણે ઇડસ્ટ્રીના બેવડાં ધોરણો સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. જ્યારે કોઈ ૬૦-૭૦ વર્ષની એક્ટ્રેસને ૪૦ની ઉમરના હિરો સામે સામાન્યપણે કાસ્ટ કરવામાં આવે એ તો કલ્પ્ના કરવી પણ મુશ્કેલ છે.
પણ આનાથી ઉલટું સામાન્ય મનાય છે. આમ સંદેશ સ્પષ્ટ છેઃ સ્ક્રીન પર કોણ વૃદ્ધ થઈ શકે છે અને ઇચ્છનીય બની શકે છે તે અંગેના નિયમો પુરુષો અને સ્ત્રીઓ માટે ખૂબ જ અલગ છે.દીયાએ એમ પણ કહ્યું કે એક ઉમર પછી સ્ત્રીઓને ઇન્ડસ્ટ્રીમાં ઇચ્છનીય ગણવામાં આવતી નથી.
દિયાના મતે નાના હિરો સાથે મોટી હિરોઇન ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે ફિલ્મમેકર્સ હજુ મોટી ઉમરની સ્ત્રીઓને ઇચ્છનીય, આજના જમાનાની અને કેન્દ્રમાં કલ્પી શકતા નથી. દિયાએ કહ્યું કે, તેનો મુદ્દો મોટા હિરોને કામ મળે છે એ નથી, પરંતુ એ જ ઉમરની એક્ટ્રેસને એકબાજુ કરી દેવાય છે, એ પ્રશ્ન છે. તેણે કહ્યું, “મુદ્દો સ્ત્રીઓને વધુ કામ આપવા, માન આપવા કે વધુ જટિલ રોલથી વંચિત રાખવાનો છે.”
આગળ દિયાએ એવું પણ કહ્યું કે, “એક સ્ત્રી માટે તો આ ખરા પાવર યર્સ હોય છે. ૪૦ વટાવી ચુકેલી સ્ત્રીઓતેના મન અને મગજને બરાબર જાણે છે, સ્ત્રી ક્યારે સફળ ગળાય તે નક્કી કરવાનો અધિકાર સ્ત્રી સિવાય કોઈને નથી, તે ક્યારે પ્રસ્તુત છે કે નહીં, તેની વાર્તા ક્યારે પુરી થાય છે, તે સ્ત્રી જ નક્કી કરી શકે છે. અમે તે અમારી જાત માટે નક્કી કરી લઇશું. હંમેશા.”SS1MS
