Western Times News

Gujarati News

નવસારીના જલાલપોર તાલુકામાં માર્ગ વિકાસનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ

નવસારી,  મળે અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના કન્ટ્રોલ હેઠળ, જલાલપોર તાલુકાના હાલના મંજુરીવાળા રસ્તા જેવા કે ગલી એપ્રોચ રોડ, વેસ્મા એપ્રોચ રોડ, કરાખત એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ ૨.૮ કિ.મી. ના મુખ્ય જિલ્લા માર્ગ અને અન્ય ગ્રામ્ય માર્ગોમાં ડામરની કામગીરીની વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે.

તાલુકાના વિકાસને વેગ આપવા, અને ગ્રામીણ નાગરિકો માટે લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી હતી, જેને પૂર્ણ કરવા સરકાર દ્વારા ધ્યાન અર્થે લેવાયું છે. આ કામગીરીથી સ્થાનિક પરિવહનનો વ્યવસ્થિત વિકાસ થશે અને દૈનિક અવરજવર વધુ સરળ બનશે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૨૮૭.૦૦ લાખના બજેટની મંજુરી અપાઈ છે. જે તાલુકા માટે એક અગત્યનું માળખાગત વિકાસનું પગલું છે. મંજુરી મુજબ સમય જલાલપોર તાલુકાના કાલકી એપ્રોચ રોડ, વેસ્મા એપ્રોચ રોડ, કરાખત એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ જેવા ૨.૮ કિ.મી.ના મુખ્ય જિલ્લા માર્ગ અને અન્ય ગ્રામ્ય માર્ગોમાં કામગીરીની વિધિવત રીતે શરૂ કાર્યમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે

અને દરેક તબક્કે તકનીકી ચકાસણી પણ કરવામાં આવી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સ્પષ્ટ દિશા આપી છે જેથી નાગરિકોને વહેલી તકે તેનો લાભ મળી શકે. ખરાબ રસ્તાઓ પર થતા પરેશાની પૂર્ણ થતા, હવે આ માર્ગો સુવિધાજનક અને સુરક્ષિત અને વાહન ચલાવવા માટે અનુકૂળ બની રહેશે. ટ્રાફિક પ્રવાહમાં સુધારો આવશે, અકસ્માતોની શક્યતાઓ ઘટશે તેમજ ભારે વાહનોનાં અવરજવર પણ સરળતાથી થઈ શકશે. વિકાસ પ્રમોદમાંથી કોંકણ વિસ્તારના નાગરિકોને નવસારી શહેર સાથે વધુ ઝડપથી અને અસરકારક રીતે જોડી શકાશે, અને આ માર્ગ સુવિધાનાં કારણે

વેપાર, શિક્ષણ અને આરોગ્ય જેવા જુદી જુદી સેવાઓ સુધી પહોંચવું વધુ સરળ બનશે. પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને સમય તથા ઇંધણનો બચત તેમજ લોકોના દૈનિક જીવનમાં હકારાત્મક પરિવહન આવશે. તાલુકાના વિકાસમાં આ માર્ગ પ્રોજેક્ટ એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. સરકાર અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના સંયુક્ત પ્રયાસોથી જલાલપોર તાલુકાની પરિવહન સુવિધાઓને નવી ગતિ અને દિશા મળશે.

આ પ્રોજેક્ટ સમયસર અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે જેથી સમગ્ર વિસ્તારને લાંબા ગાળાનો લાભ મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.