Western Times News

Gujarati News

EKA ક્લબ, કાંકરિયા ખાતે 7 ડિસેમ્બર, 2025 ના રોજ કેટ ચેમ્પિયનશિપ શોનું આયોજન

૭મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ, ગુજરાત ખાતે તેનો સૌથી મોટો કેટ ચેમ્પિયનશિપ શો 2025નું રજૂઆત

અમદાવાદ, અંકુર સીબીએસઈ સ્કૂલ, પાલડી, અમદાવાદ : ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા (FCI) ના અધિકારીઓએ આજે ગર્વથી જાહેરાત કરી છે કે તેઓ 7 ડિસેમ્બર, 2025 ના રોજ EKA ક્લબ, કાંકરિયા, અમદાવાદ ખાતે કેટ ચેમ્પિયનશિપ શોનું આયોજન કરી રહ્યા છે. 2022 માં પહેલા શોનું આયોજન પછી અમદાવાદમાં આ એમનો ચોથો શો છે. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ તાજેતરમાં એકા ક્લબ ખાતે જ યોજાયા હતા. આ અત્યાધુનિક સ્થળે હવે કેટલાક અદ્ભુત ફેલાઇન સેલિબ્રિટીઓ તેમના સ્ટાઇલ ક્વોશન્ટનું પ્રદર્શન કરશે.

“શોમાં આંતરરાષ્ટ્રીય જજ બિલાડીઓનું મૂલ્યાંકન કરશે, કેટ એટલે બિલાડીન પ્રેમીઓને આ શોમાં પર્શિયન, બંગાળ, ક્લાસિક લાંબા વાળ, એક્ઝોટિક ટૂંકા વાળ, મૈનેકૂન વગેરે જેવી વિવિધ જાતિઓની 300 થી વધુ બિલાડીઓ ને જોવાની તક મળશે. FCI એ ભારતીય રખડતી બિલાડીઓને માન્યતા આપવા અને જાતિને ‘INDIMAU’ તરીકે નોંધણી કરાવવા માટે પણ ખાસ પ્રયાસો કર્યા છે, જે શોમાં તેમની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.” એમ FCI ના પ્રમુખ શ્રી સાકીબ પઠાણે જણાવ્યું.

લોકો માટે ભાગ લેવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બિલાડીઓ વિશે જ્ઞાન ક્ષેત્ર, પશુચિકિત્સા નિષ્ણાતો વગેરે હશે. લોકો ત્યાં હાજર બિલાડી NGO માંથી બિલાડી પણ દત્તક લઈ શકે છે, FCI ગુજરાત ના પ્રેસિડેન્ટ શ્રી ઝાહિદ ખાને એવા માહિતી આપી.

પ્રદર્શન હોલમાં ખોરાક, પેટ એસેસરીઝ અને સેવાઓ જેવી મુખ્ય પાલતુ પ્રાણીઓ સંબંધિત કંપનીઓના 50 થી વધુ સ્ટોલ હશે. આ શો સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. FCI શહેરના તમામ ગૌરવશાળી બિલાડી માલિકોને આ કાર્યક્રમમાં જોડાવા અને શોના અનુભવોથી લાભ લેવા માટે આવકારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.