ગોવામાં સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ: મહારાષ્ટ્રના કલાકારો સાંસ્કૃતિક દાયકાની ઉજવણીમાં અગ્રેસર
ગોવા બનશે સર્જનાત્મકતાનું કેન્દ્ર: ફિલ્મ, સંગીત, અને રંગમંચમાં મહારાષ્ટ્રનો મજબૂત સૂર.
મહારાષ્ટ્રના આર્ટિસ્ટો સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ 2025 ખાતે આગેવાની કરે છે: ગોવા વર્ષનું સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બને છે
મુંબઈઃ દરેક ડિસેમ્બરે મુંબઈ વર્ષાંતની ધાંધલધમાલમાં છે, પુણે શિયાળાના લયમાં સહજતા અનુભવી રહ્યું છે, ગોવા પરિચિત હવાફેરનું સ્થળ બની ગયું છે, જ્યાંની શાંત સવાર, લાંબા લંચ અને આહલાદક સંધ્યા રોચક છે. જોકે આ વર્ષે ગોવાનો દરિયાકાંઠો કાંઈક વધુ વિશેષ, વધુ જીવંત લાવી રહ્યો છે. સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ 12-21 ડિસેમ્બર, 2025ના પુનરાગમન કરીને સાઉથ એશિયાની સાંસ્કૃતિક લેન્ડસ્કેપ અને તેના હાર્દમાં મહારાષ્ટ્રના ક્રિયાત્મક અવાજને આકાર આપવાના દાયકાની ઉજવણી કરે છે. Maharashtra Artists Lead the Charge at Serendipity Arts Festival 2025
શહેરોમાં પ્રવાસઃ સેરેન્ડિટીનાં દસ વર્ષ
દસમી એનિવર્સરીમાં સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલે શહેરો અને સંસ્કૃતિઓમાં તેની ઉજવણીનું વહન કરતા જોશને અંગીકાર કરે છે. બર્મિંગહેમ સિટી યુનિવર્સિટી સાથે બર્મિંગહેમમાં પ્રવાસ શરૂ થયો, જે રોયલ બર્મિંગહેમ કન્ઝર્વેટોઈર અને સિમ્ફોની હોલ ખાતે પરફોર્મન્સીસ, પ્રદર્શન અને કવિતા વાંચન પ્રસ્તુત કરશે, જેમાં સીમાપારના ક્રિયાત્મક સમુદાય એકત્ર આવશે.
અમદાવાદમાં અમે અમદાવાદ સાંસ્કૃતિક સપ્તાહ દરમિયાન ઈન્ડિયા આર્ટ ફેર સાથે જોડાણ કર્યું, જે શહેરી સ્વર્ણિ કળાત્મક ઊર્જાની ઉજવણી કરે છે. દિલ્હીએ સફદરજંગની કબરની આકર્ષક પાર્શ્વભૂમાં શામ-એ-ગઝલનું સ્વાગત કર્યું, જે સભ્યતા ફાઉન્ડેશન સાથે ગઝલ સંધ્યા સાંસ્કૃતિક ઉજવણીના દાયકાનું સન્માન કરે છે. વારાણસીમાં નદી રાગે ગોવાના દરિયાકાંઠાથી ગંગાના પટ સુધી પ્રવાસ કર્યો, જ્યાં અજમાની ઐતિહાસિક બ્રિજરામા પેલેસે કરી હતી, જેણે ફેસ્ટિવલની પહોંચ ભારતના સૌથી પવિત્ર શહેરમાંથી એક ખાતે વિસ્તારી.

ચેન્નાઈએ ખાસ સંધ્યાની યજમાની કરી, જેમાં કળા, ધર્માદા અને સમુદાયની ઉજવણી કરી. ઈવેન્ટે વેપાર, સંસ્કૃતિ અને કળાના આગેવાનોને ચર્ચાવિચારણા માટે એકત્ર લાવી દીધા હતા. સંધ્યાની પૂર્ણાહુતિ ઉરુ પાનરના શક્તિશાળી પરફોર્મન્સ સાથે થઈ હતી. ગુરુગ્રામમાં બી-સાઈડ સત્રો સાથે ફેસ્ટિવલ વૈકલ્પિક સાઉન્ડસ્કેપમાં પહોંચ્યો હતો, જેણે ઈલેક્ટ્રોનિક સંગીત શું હોઈ શકે તેની નવી કલ્પના કરી હતી, જેમાં ફ્લુઈડ, પ્રયોગાત્મક અને સાઉથ એશિયાની ઉત્ક્રાંતિ પામતી લેન્ડસ્કેપમાં મૂળિયાં ધરાવે છે. દુબઈ સાથે ફેસ્ટિવલે એવા પ્રદેશમાં પ્રવેશ કર્યો, જેણે લાંબા સમયથી સાંસ્કૃતિક ક્રોસરોડ્સનું કામ કર્યું છે, જ્યાં સમકાલીન કળા, વારસો અને વૈશ્વિક વિચારો એક ગતિશીલ ઈકોસિસ્ટમમાં સહ- અસ્તિત્વ ધરાવે છે.
આગળનો રસ્તો પેરિસમાં દોરી ગયો અને આખરે ગોવામાં આવ્યો, જ્યાં ફેસ્ટિવલ તેની હમણાં સુધીની સૌથી વિશાળ આવૃત્તિ પ્રસ્તુત કરશે. મહિનાઓ પછી આ એક રીતે ઘરવાપસી જેવું છે. આ બહુશહેરી અભિગમ સેરેન્ડિપિટી આર્ટસની મુખ્ય માન્યતા પ્રદર્શિત કરે છેઃ સંસ્કૃતિ હલનચલન પર ભાર આપે છે, કળાત્મક આદાનપ્રદાન પ્રવાસ થકી ફૂલેફાલે છે અને નવી ભૂમિ પર પરિચિત સીમાઓ મળે તેની પાર આપણે પગલું મૂકીએ ત્યારે પરિવર્તન સર્જાય છે.
આ પ્રવાસ પર બોલતાં સેરેન્ડિપિટી આર્ટસના સંસ્થાપક– પેટ્રન શ્રી સુનિલ કાંત મુંજાલે જણાવ્યું હતું કે: “અમે દસ વર્ષની સેરેન્ડિપિટી આર્ટસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમારો ધ્યેયે કળાત્મક ઉત્કૃષ્ટતા, એકત્રિત ખોજ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના જોશમાં મૂળિયાં ધરાવવાનું ચાલુ રાખ્યું છે. દરેક આવૃત્તિ સાથે અમે એવી જગ્યા નિર્માણ કરવા માગીએ છીએ જ્યાં કળા લોકો, સ્થળો અને વિચારોને જોડે છે. આ એક દાયકામાં અમે નોંધપાત્ર પ્રભાવ જોયો છે, જે થકી ગોવા 300,000 ચોરસફીટની જગ્યા ક્રિયાત્મકતાના જીવંત કેન્વાસમાં ફેરવાઈ ગયું છે, જે સાઉથ એશિયામાં સેંકડો ઊભરતા આર્ટિસ્ટોને ટેકો આપે છે. આજની દુનિયામાં સંસ્કૃતિ ક્યારેય આટલી મહત્ત્વપૂર્ણ નહોતી. તે વધતી વિભાજિત દુનિયામાં સહાનુભૂતિ નિર્માણ કરે છે, જે સહાનુભૂતિની આગેવાની કેળવે છે અને એકલું શિક્ષણ કરી નહીં શકે તે શીખવે છે, જેમાં ઘણાં બધાં પરિપ્રેક્ષ્યોને પકડી રાખવાની નિખાલસતા, ધીરજ અને ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ડિસેમ્બરમાં ગોવામાં અમારી નવી આવૃત્તિ સાથે સંસ્કૃતિ એ લક્ઝરી નથી, પરંતુ માનવી જોડાણ માટે અને આપણી એકત્રિત વાર્તા ગૂંથવાનો ધાગો મહત્ત્વપૂર્ણ છે એ માન્યતા પ્રત્યે અમે કટિબદ્ધ છીએ.”
સેરેન્ડિપિટી આર્ટસના સહ– સંસ્થાપક પેટ્રન શ્રીમતી શેફાલી મુંજાલ કહે છે, “દસ વર્ષ પૂર્વે અમે સાદી છતાં મજબૂત માન્યતા સાથે શરૂઆત કરીઃ કળા જીવનમાં પરિવર્તન લાવવાની, પુલો નિર્માણ કરવાની અને વધુ સહાનુભૂતિવાળી દુનિયા નિર્માણ કરવાની શક્તિ છે. આજે અમે આ માઈલસ્ટોનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું આ પ્રવાસમાં અમારી સાથે જોડાયેલા હજારો આર્ટિસ્ટ્સ, ક્યુરેટર્સ, દર્શકો અને ભાગીદારો માટે કૃતજ્ઞ છું. સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલથી પણ વિશેષ વૃદ્ધિ પામી છે. તે એવી ચળવળ બની છે, જે સામાજિક પરિવર્તન માટે મહત્ત્વપૂર્ણ બળ તરીકે ક્રિયાત્મકતાને કેળવે છે. અમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ ત્યારે અમારી કટિબદ્ધતા કળાત્મક અવાજોને પોષવા, સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવા અને કળા અને માનવતાનો સંગમ થાય તેવી અર્થપૂર્ણ જગ્યા નિર્માણ કરે છે. આ એક દાયકાની સેરેન્ડિપિટી અને વર્ષોની કળાની પરિવર્તનકારી શક્તિની ઉજવણી છે.”
આ ડિસેમ્બરમાં બધી રાહ ગોવા તરફ જશે
પંજિમના રિવરફ્રન્ટ, મ્યુઝિયમ, ઓપન-એર મંચો, હેરિટેજ ઈમારતો અને અણધારી જાહેર જગ્યાઓમાં ફેસ્ટિવલ કળા, રંગમંચ, સંગીત, ખાદ્ય, હસ્તકળા અને પરફોર્મન્સની દસ દિવસની ઉજવણી ઉજાગર કરે છે. અને આ વિશાળ ક્ષિતિજમાં એવી વાર્તાઓ, સૂર અને વિચારો ગૂંથાયેલા છે, જે મુંબઈ અને પુણેમાં શરૂ થઈને ગોવામાં જાય છે અને બાકી મહારાષ્ટ્રને આમંત્રિત કરે છે.
ઐતિહાસિક સરકારી ઈમારતમાંથી એકમાં મુંબઈ ફિલ્મકાર અને આર્ટિસ્ટ સુદર્શન શેટ્ટી થકી પોતાને પ્રદર્શિત કરે છે. તેની નવી કૃતિ શાંત છે, પરંતુ શહેરી જગ્યામાં શક્તિશાળી મેડિટેશન છે, જે 20 મિનિટની ફિલ્મ લાંબી નરેટિવ્ઝ થકી એકત્ર સીવે છે, જે મુંબઈની અસ્વસ્થતામાં રહેતા કોઈ પણ માટે પરિચિત મહેસૂસ થાય છે. સંલગ્નિત શિલ્પો મહાનગરના ભાનને ઘેરું બનાવીને તેના લોકોને તેમની સ્થિતિસ્થાપકતા, તેમની ધીરજ અને તેમનો શ્વાસ ખેંચવા માટે પૂછે છે. આ મુંબઈ છે, જે અદભુત હોવા સાથે સંવેદનશીલ પણ છે.
વળી, જૂના ગોવામાં જેટ્ટી પર ક્યુરેટર વીરાંગના સોલંકી બાર્જમાં સાઉન્ડ, સ્પેસ અને મેમરી એકત્ર લાવે છે, જે ઈન્સ્ટોલેશન પાણી અને આકાશ વચ્ચે બેસે છે. કૃતિ વર્તમાન અને ગેરમોજૂદગીને પકડી રાખે છે તે કશુંક ચિંતનશીલ છે, જે મુલાકાતીઓને શાંતિ, પડઘા અને કલ્પના દ્વારા આકારબદ્ધ સંવેદનાની મુઠભેડમાં આમંત્રિત કરે છે. મુંબઈ સ્થિતિ આર્ટિસ્ટ ફાહ મુલ્લા ધારણા અને ધ્વનિની તેની ખોજ માટે જ્ઞાત હોઈ આ અનુભવમાં પોતાને અઆજ આપીને શહેરની સમકાલીન કળાત્મક ભાષામાં કામ કરવા મૂળિયાં વધુ ઊંડાણમાં લઈ જાય છે.
મહારાષ્ટ્રનો ઘેરો સંગીતબદજ્ધ વારસો પણ આ વર્ષે ગોવાનો પ્રવાસ કરશે. દુર્લભ પુનઃનિર્માણમાં સંગીતકારો અનીશ પ્રધાન અને શુભા મુદગલ પારસી જ્ઞાન ઉત્તેજક મંડળીના પ્રથમ જલસાની પુનઃમુલાકાત લે છે, જેની સ્થાપના 1870માં બોમ્બેમાં કરાઈ હતી. દીનાનાથ મંગેશકર કલા મંદિર ખાતે પ્રસ્તુત પરફોર્મન્સ ગત બોમ્બેના સાંસ્કૃતિક જીવને એક સમયે આકાર આપનારાં પાસાંને ઉજાગર કરે છે,સ જે શહેરના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે દીર્ઘ સ્થાયી સંબંધો અને તેનાવહેલા મ્યુઝિક ક્લબ્સની યાદગીરી છે.
આમ છતાં આ આવૃત્તિ ભૂતકાળ વિશે નથી. આ આજના શહેર વિશે છે. મુંબઈની સર્વ મહિલાની હિપ-હોપ કલેક્ટિવ વાઈલ્ડ વાઈલ્ડ વુમન પણ આગમન કરી રહી છે, જે અવસરનો સાંસ્કૃતિક અવાજ બની છે. તેમનો પરફોર્મન્સ શહેરી ઈતિહાસનું તેનું પોતાનું સ્વરૂપ વહન કરે છે, જે ગલીઓ દ્વારા, સ્થિતિસ્થાપકતા દ્વારા અને શાંત રહેવાનો ઈનકાર કરતી વાર્તાઓ દ્વારા આકારબદ્ધ છે. આ ધબકારમાં સંગીતકાર ચિરાગ તોડી ઉમેરો કરશે, જે હવે મુંબઈમાં સ્થિત હોઈ તેનો પ્રકાર સંમિશ્રિત ધ્વનિ ફેસ્ટિવલની રાત્રિમાં અલગ, યુવા લય લાવે છે.
ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની હાજરી કળા અને સંગીતની પાર રંગમંચમાં વિસ્તરી છે. આ વર્ષના કાર્યક્રમમાં બે શક્તિશાળી મરાઠી ભાષી નિર્માણ પણ છે, જે રાજ્યના દર્શકો સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. ગોષ્ટ સંયુક્ત માનઅપમાનાચી નાદિરા ઝહીર બબ્બર દ્વારા એડપ્ટ કરાઈ છે અને લિલેટ દુબે દ્વારા ક્યુરેટ કરાઈ છે, જે મધ્યમ વર્ગના પરિચિત તણાવ, એટલે કે, આપણા જીવનની વ્યાખ્યા કરતા સન્માન, ફરજ અને સામાજિક પરિવર્તન દ્વારા એડપ્ટ કરાય છે. દરમિયાન બોલવિતા ધની સાઉન્ડ, સમુદાય અને મેમરીમાં મૂળિયા ધરાવતા પરફોર્મન્સ નિર્માણ કરવા માટે મરાઠી મૌખિક પરંપરાથી પ્રેરિત છે.
આ સર્વ ફેસ્ટિવલમાં ઉજાગર થશે, જેમાં 250+ પ્રોજેક્ટો પણ હશે, જેમાં રિવર ક્રુઝીસથી ક્યુલિનરી પ્રવાસ સુધી, ક્રાફ્ટ મધ્યસ્થીથી મોડી સંખ્યાના સંગીત જલસા સુધી પ્રોજેક્ટનો સમાવેશષ થાય છે. મુંબઈ અને પુણેથી આવતા મુલાકાતીઓ માટે અનુભવ વ્યાપક અને હૃદયસ્પર્શી, પરિચિત અને સંપૂર્ણ નવો છે.
દેખીતી રીતે જ સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ 2025ને મહારાષ્ટ્ર માટે આવકાર્ય ડિસેમ્બરનો પ્રવાસ બનાવે છે. તે ફ્લાઈટથી અથવા સીનિક ડ્રાઈવથી સાવ નજીક હોઈ હોલીડેનો હિસ્સો બને છે. તે આસાન, ઉષ્માભર્યું, વોકેબલ છે અને ભારતનાં સૌથી સુંદર શહેરમાંથી એકમાં ઉજાગર થાય છે. સુવિધાની પાર આ આવૃત્તિ કશુંક ઊંડાણભર્યું પ્રદાન કરે છે. તે મહારાષ્ટ્રના આર્ટિસ્ટોને દેશના અન્ય ભાગ સાથે વાર્તાલાપ કરતાં જોવાની તક આપે છે, જે ફેસ્ટિવલને પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહેસૂસ થતો આકાર આપે છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે મહારાષ્ટ્રમાંથી ઊભરી આવતા વ્યાખ્યાત્મક અવાજો સાથે મુંબઈ અને પુણેના દર્શકો માટે આ ફેસ્ટિવલ અત્યંત વ્યાપક અનુભવ છે. તમે થિયેટર, હિપ-હોપ, વિઝ્યુઅલ આર્ટ, શાસ્ત્રીય સંગીત અથવા ગોવામાં ડિસેમ્બરને બસ પ્રેમ કરતા હોય, સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ 2025માં તમારે અચૂક પધારવું જોઈએ.
સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલ 2025 માટે નોંધણી હવે લાઈવ છે! તમારા આર્ટ પાસ બુક સંરક્ષિત કરવા, તમારી ટિકિટો બુક કરવા અને વર્કશોપ્સ, પરફોર્મન્સીસ, પ્રદર્શન અને વધુ પર અપડેટ રહેવા માટે વિધિસર ફેસ્ટિવલની વેબસાઈટ જુઓ. વધુ પ્રોગ્રામ ટૂંક સમયમાં જ જાહેર કરાશે, જેથી અપડેટ્સ માટે અહીં તપાસતા રહો. અમારી સાથે ગોવામાં 12-21 ડિસેમ્બર, 2025ના રોજ જોડાઓ. તમારી વિઝિટનું નિયોજન કરો અને સેરેન્ડિપિટી આર્ટસ ફેસ્ટિવલના દાયકાનો અનુભવ કરો.
લિંકઃ https://www.serendipityartsfestival.com/register
