એસિડ એટેકના પેન્ડિંગ કેસોની વિગતો ૪ સપ્તાહમાં મોકલોઃ સુપ્રીમ
નવી દિલ્હી, એસિડ એટેકના કેસોમાં ચાલતી લંબાણપૂર્વકની કોર્ટ કાર્યવાહીને ‘ન્યાયતંત્રની મજાક’ ગણાવતા દેશની સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટાેને એસિડ એટેકના પેનિંડગ રહેલાં કેસોની વિગતો આગામી ૪ સપ્તાહમાં મોકલી આપવા ગુરૂવારે આદેશ કર્યાે હતો.
એસિડ એટેકના તમામ કેસોના ઝડપી નિકાલ લાવવા એક વિશેષ કોર્ટ ઉભી કરવાનો વિચાર રજુ કરતાં સર્વાેચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તાત્કાલિક એક ખરડો દાખલ કરીને કાયદામાં સુધારો કરવા અથવા તો વટહુકમ બહાર પાડીને તેમાં સુધારો અનુરોધ કર્યાે હતો, જેથી કરીને એસિડના હુમલામાં બચી જનારા પીડીતોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા તેઓને અપંગ વ્યક્તિની વ્યાખ્યામાં સમાવી શકાય.
ઉલ્લેખનીય છે કે અપંગ વ્યક્તિઓ માટેના રાઇટ ઓફ પર્સન વીઝ ડિસેબિલિટિ એક્ટમાં અપંગ વ્યક્તિની વ્યાખ્યામાં એસિડ એટેકથી બચી જનારા લોકોનો સમાવેશ કરાયો નથી.એસિડ એટેકમાંથી બચી જનાર શાહિન મલિક નામની મહિલા દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તી જોયમલ્લા બાગચીની બેંચે કેન્દ્ર સરકારને અને એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વીથ ડિસએબિલિટી વિભાગને એક નોટિસ પાઠવી હતી.
શાહિન દાદ માંગી હતી કે એસિડ એટેકનો ભોગ બનેલ પીડીતને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે માટે તેઓને પણ અપંગ વ્યક્તિની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવે.SS1MS
