મેઘરજ પી.સી.એન હાઈસ્કુલમાં ગ્લોબલ પ્રીઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજાયો
પ્રોજેક્ટ ધ્વારા મેઘરજમાં ૫૦૦ છોડનુ વૃક્ષારોપણ કરાયું |
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરના પી.સી.એન હાઈસ્કુલ ખાતે રવિવારના રોજ ગ્લોબલ પ્રીઝર્વેશનના ર્ડો.હીંમાંશુ પંડ્યા અને વનવિભાગ ધ્વારા વૃક્ષવાવો પર્યાવરણ બચાવો અંતર્ગત પી.સીએન સહીત નગરમાં ૫૦૦ છોડવાઓનુ વૃક્ષારોપણ કરાયુ હતુ.
છેલ્લા ૨૧ વર્ષથી ન્યુયોર્કમાં પોતાના પરીવાર સાથે સ્થાયી થયેલ મેઘરજના મુળ વતની ર્ડો.હિંમાંશુભાઈ પંડ્યા અને તેમના પરીવાર ધ્વારા છેલ્લા એક વર્ષથી ભારતમાં અને પોતાના વતન મેઘરજમાં દીનપ્રતિદીન વધતા જતા તાપમાનને ધ્યાનમાં લઈ પોતાના વતનની તમામ પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ ર્ડો.હિમાંશુભાઈ પંડ્યા અને તેમના પરીવાર ધ્વારા પર્યાવરણ બચાવો અંતર્ગત તેઓએ પોતાના પરીવાર સાથે મુળ વતન મેઘરજ ખાતે આવી પર્યાવરણ બચાવોની મુહીમ ચલાવી ગ્લૌબલ પ્રીઝર્વેશન પ્રૌજેક્ટ અંતર્ગત નગર અને આજુબાજુના લોકોને પર્યાવર બચાવો અંતર્ગત પી.સી.એન હાઈસ્કુલના મીટીંગ હોલમાં તમામ લોકોને પર્યાવરણ બચાવો સેમીનારમાં આમંત્રીત કર્યા હતા.
આ પ્રસંગે ર્ડો.હિમાંશુભાઈ પંડ્યાએ તમામ હાજર લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડ અને દુષિત વાતાવરણને ઘટાડવા આહવાન કર્યુ હતુ અને તેઓએ પર્યાવરણ જાળવણી વિશે વધુમાં જણાવ્યુ હતુ કે ૨૬ હજાર કીલોમીટર વાહનથી હવામાં પેદા થતા કાર્બન ડાયોક્સાઈડ સામે રક્ષણ અને વાતાવરણ શુધ્ધ કરવા ૧ હેક્ટરમાં વૃક્ષો હૌય ત્યારે વાતાવણ શૂધ્ધ કરી શકાય છે તેવુ જણાવ્યુ હતુ અને ત્યારબાદ વનવિભાગ ધ્વારા પુરા પાડવામાં આવેલ ૫૦૦ છોડનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ અને તમામને એક એક વૃક્ષોના છોડનુ તેમજ પર્યાવરણ બચાવોનો સંદેશો આપવા ટોપી અને ટીશર્ટનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે ર્ડો.હિંમાંશુભાઈ પંડ્યા,આદિ પંડ્યા,રાજ પંડ્યા,દિપાલીબેન પંડ્યા, જ્યોતિકાબેન પંડ્યા, મલય પંડ્યા, વિસ્તરણ રેંજના આર.એફ.ઓ.આર.સી.પરમાર, વનવિભાગનો સ્ટાફ મેઘરજના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.*