Western Times News

Gujarati News

રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કર્યુંઃ કેટરિના

મુંબઈ, બોલીવૂડના ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક એવા વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં જ માતા-પિતા બનીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. પંતુ એક સમય એવો પણ હતો કે કેટરિનાને પર્સનલ લાઈફમાં મળેલી નિષ્ફળતાઓને કારણે તેની પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. ખુદ કેટરિનાએ આ વાતનો ખુલાસો કર્યાે હતો. કેટરિનાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કરી દીધું હતું.

ચાલો જોઈએ શું છે આખો મામલો અને રણબીર કપૂરનો આની સાથે શું સંબંધ છે એ-વાત જાણે એમ છે વિકી કૌશલ સાથે લગ્ન થયા એ પહેલાં કેટરિના કૈફ અને ચોકલેટી બોય રણબીર કપૂર બંને રિલેશનશિપમાં હતા. તેમનો આ સંબંધ લાંબો ચાલ્યો અને લગભગ બધાને લાગી રહ્યું હતું કે રણબીર અને કેટરિના લગ્ન કરશે.

બંને જણ અવારનવાર વેકેશન વગેરે પર પણ સાથે જતાં દેખાતા હતા. જોકે, કારણ અનુસાર આ સંબંધ ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું એ સમયે કેટરિના કૈફ તૂટી ગઈ હતી અને તેણે એક ઈન્ટરવ્યુમાં લઈને આ વાતનો ખુલાસો કર્યાે હતો.કેટરિનાએ એ સમયે રિપોર્ટરને આપેલા ઈન્ટરવ્યુમાં ધ્›સકે ધ્›સકે રડતાં જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે અને ઈન્ડસ્ટ્રીમાં મને કામ ના મળ્યું એ માટે હું ખુદ જવાબદાર છું.

કેટરિનાએ એવું પણ કહ્યું હતું કે હું રણબીર કપૂરના પ્રેમમાં હતી અને લગ્ન વિશે વિચારી રહી હતી. આ કારણસર પણ મેં મને મળેલી અનેક ઓફરને ઠુકરાવી દીધી હતી.કેટરિનાએ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મેં જ રણબીર કપૂરને કારણે મારું આખું કરિયર બરબાદ કરી નાખ્યું હતું. હું કપૂર ખાનદાનની વહુરાણી બનવાના સપના જોઈ રહી હતી પરંતુ મારા એ સપનાં તો તૂટ્યા પણ એની સાથે સાથે મારું કરિયર પણ ખાસ કંઈ સક્સેસફૂલ ના બની શક્યું.જોકે, કોઈ કારણ અનુસાર રણબીર અને કેટરિના કૈફ બંને છુટા પડી ગયા અને ત્યાર બાદ કેટરિના ઈમોશનલી ખૂબ જ તૂટી ગઈ ગઈ હતી.

અહીંયા તમારી જાણ માટે કે કેટરિના પહેલાં રણબીર કપૂરનું નામ દીપિકા પદુકોણ સાથે જોડાયું હતું અને એક ટોક શોમાં દીપિકાએ આડકતરી રીતે રણબીર સાથેના સંબંધોમાં તેની સાથે દગો થયો હોવાના સંકેત આપ્યા હતા.થોડાક સમય બાદ રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા અને કેટરિના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. બંને કપલ પ્રાઉડ પેરેન્ટ્‌સ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.