રકુલપ્રીતે પહેલી વખત જેકીનાં આર્થિક નુકસાન વિશે વાત કરી
મુંબઈ, જેકી ભગનાની અને તેના પિતા લાંબા સમયથી આર્થિક સંકળામણ અને આક્ષેપો અને આરોપોનો સામનો કરી રહ્યા છે. ત્યારે પહેલી વખત રકુલપ્રીતે જેકી ભગનાની અને તેના પરિવારની આર્થિક સ્થિતિ અંગે વાત કરી છે.
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને તેના કારણે તેમને લગભગ ૪૦૦ કરોડનું નુકસાન થયું છે, તેના કારણે સમગ્ર ભગનાની પરિવાર આર્થિક સંકળામણનો ભોગ બન્યો છે.આ સ્થિતિમાં જેકીને સહકાર આપવા અંગે રકુલે કહ્યું, “તમે પણ બિઝનેસનો ભાગ છો, તો તમને પણ ખબર હોય કે આપણે આજે લોકોને પોતાની વેબસાઇટ અને કન્ટન્ટ પર લોકો લાઇક કે ક્લિક કરે તેના માટે તેમને આકર્ષવા પ્રેરાય એવું કન્ટેન્ટ રજુ કરવાના માહોલમાં જીવીએ છીએ.
તો તમને વાસ્તવિકતા ખબર હોય અને ખરેખર શું થઈ રહ્યું એ પણ ખબર હોય છે, મેં એ સમગ્ર તબક્કો જોયો છે, તો મને કોઈ ફરક પડતો નથી. કાલે કોઈ મારા વિશે કંઈક લખશે અને એનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે એ મને ઓળખે છે. ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાને કારણે તમારે આસપાસના ઘોઘાંટને દૂર કરવો જ પડશે. લોકો શું કહે છે, તેની તમને અસર ન થવી જોઈએ કારણ કે મોટા ભાગે લોકો સાચી વાત કહેશે જ નહીં, આપણે એવા કલ્ચરમાં છીએ, જ્યાં સનસનાટી ભર્યા સમાચાર ચાલે છે. આપણે એકબીજા સાથે ઇણાનદાર થઈને ઘોંઘાટ બંધ કરવાની જરૂર છે.”
રકુલપ્રીતે આ સમય વિશે કહ્યું, “એ પરિવાર માટે અને એના માટે પણ ઘણો પડકારજનક સમય હતો. પરંતુ સમાચારોમાં કહેવાયેલી મોટાભાગની વાતો સાચી નહોતી. કોઈ કંપની બંધ થઈ નથી. મને તો ખબર પણ નહોતી કારણ કે હું સમાચાર નથી વાંચતી. હું ચિંતામાં નહોતી કારણ કે મને તો વાસ્તવિકતા ખબર હતી. હા એ હકીકત છે કે બે-ત્રણ ફિલ્મ નથી ચાલી, એ બહુ મોટો ધક્કો હતો કે તેનાથી ઘણું આર્થિક નુકસાન થયું હતું, પરંતુ આવું તો દરેક પ્રોડ્યુસર સાથે થાય છે.
આવું તો એક વખત અમિતાભ બચ્ચન સાથે પણ થયું હતું. આ બધો બસ એક તબક્કો હોય છે.”રકુલે આ સ્થિતિ સમજાવતા કહ્યું, “જીવનમાં દરેક સંજોગને જોવાના બે રસ્તા હોય છે. હું દરેક ખોટી બાબતો પર ધ્યાન આપતી રહું અથવા મારા માથે છત છે કે પછી મારું તંદુરસ્ત શરીર છે, તેની આભારી રહું. હું એવું પણ કહી શકું, “મારી ફિલ્મે ૫૦૦ કરોડની કમાણી ન કરી અને બીજાની ફિલ્મે કરી.” અથવા એ વાતની આભારી રહું કે, “મારી પાસે ફિલ્મ છે, હું કામ કરું છું અને લોકોને મારું કામ ગમે છે.”SS1MS
