જાને અન્જાને હમ મિલેંમાં આયુષી ખુરાનાના વાસ્તવિક લગ્ન બીજી વખત રીલ વેડિંગમાં જોવા મળ્યા
ઝી ટીવીનો જાને અન્જાને હમ મિલેં સતત ચેનલના સૌથી પ્રસિદ્ધ શોમાંનો એક બની રહ્યો છે અને તેની જકડી રાખતી અને ભાવનાત્મક વાર્તાથી તેમની સ્ક્રીન પર દર્શકોને જકડી રાખ્યા છે. ભારત આહ્લાવત અને આયુષી ખુરાના અહીં રાઘવ અને રીત તરીકે જોવા મળે છે, શો હવે એક હાઈ- વોલ્ટેજ તબક્કામાં પહોચ્યા છે. આગામી એપિસોડમાં ભૂતકાળના લાંબા સમયથી છૂપાયેલા રહસ્ય સામે આવશે, જે રીત, રાઘવ અને બુઆજી સાથે જોડાયેલા છે. આ મોટા ખુલાસાથી જોરદાર નાટક અને સીટ પર જકડતી ક્ષણો રજૂ કરશે, જે શોની વાર્તામાં પણ મોટો વણાંક લાવશે.
આ બધી ઉથલ-પાથલની વચ્ચે મુખ્ય અભિનેત્રી આયુષી ખુરાનાને તેના રીલ અને વાસ્તવિક જીવનની વચ્ચેની એક અલગ જ અને જાદુઈ બાબતનો અનુભવ કરવા મળ્યો. ગત વર્ષે, 6ઠ્ઠી ડિસેમ્બર, 2024ના રોજ આયુષીએ વાસ્તવિક જીવનમાં લગ્ન કર્યા છે. રસપ્રદ રીતે, લગભગ એક સપ્તાહ બાદ તેના પાત્રના પણ લગ્ન થયા હતા, તો આ પ્રસંગને જીવનમાં તથા કળામાં ખરેખર અલગ જ રીતે દર્શાવવામાં આવ્યો હતો. હવે, તે 6ઠ્ઠી ડિસેમ્બર, 2025ના રોજ તેની પ્રથમ લગ્નતિથીની ઉજવણી કરી રહી છે, ત્યારે આયુષી ફરી એક વખત શો માટે વેડિંગ સિકવન્સ કરવા જઈ રહી છે.
આયુષી કહે છે, “તે કહે છે કે, મારા વાસ્તવિક લગ્ન અને જાને અન્જાને હમ મિલેંના રીલના લગ્ન એક વખત નહીંપ ણ બે વખત થયા છે. ગત વર્ષે 6ઠ્ઠી ડિસેમ્બર, 2024ના મેં મારા વાસ્તવિક જીવનમાં લગ્ન કર્યા હતા અને તેના એક સપ્તાહ બાદ શોમાં પણ મારા પાત્રના લગ્ન થયા હતા. હવે, 6ઠ્ઠી ડિસેમ્બર, 2025ના રોજ મારા લગ્નની પ્રથમ લગ્નતિથીની ઉજવણી કરી રહી છું ત્યારે મને ફરીથી શોના એક વેડિંગ સિકવન્સમાં પ્રવેશવાનો મોકો મળ્યો છે. ત્યારે ખૂબ જ સારું લાગી રહ્યું છે કે, મને એ ક્ષણોને ફરીથી જીવવા મળશે.”
શોમાં આવનારા આ વણાંક વિશે, આયુષી કહે છે, “આ ચાહકો માટે એક અત્યંત ભાવનાત્મક ક્ષણ છે, કેમકે આગામી ટ્રેકમાં કંઇક એવું છે, જેની તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભૂતકાળના લાંબા સમયથી છૂપાયેલા રહસ્યો બહાર આવશે અને રીત તથા રાઘવના લગ્નના ટ્રેકમાં જોરદાર નાટકથી બધું સામે આવશે કે, દર્શકો અવાક રહી જશે. આ દ્રશ્યોનું શૂટિંગ પડકારજનકની સાથોસાથ હૃદયસ્પર્શી પણ બની રહ્યું છે અને હું ધન્ય છું કે, અમારા દર્શકો માટે હું આ લાગણીઓને જીવંત કરી શકી છું.”
રહસ્ય છતા થશે, જુઠ્ઠાણા સામે આવશે અને સપનાઓ નવી ઉંચાઈએ સ્પર્શશે, તો જાને અન્જાને હમ મિલેંમાં આવનારા સૌથી મોટા વણાંકને જોવાનું ચૂકશો નહીં.
