એશિયાની સૌથી મોટી ડાયાલિસીસ સર્વિસીઝ પ્રોવાઇડર નેફ્રોપ્લસ 10 ડિસેમ્બર, 2025ના રોજ IPO લોન્ચ કરશે
અમદાવાદ, એશિયાની સૌથી મોટી ડાયાલિસીસ સર્વિસીઝ પ્રોવાઇડર અને વિશ્વભરમાં પાંચમા ક્રમની (નાણાંકીય વર્ષ 2025માં કરેલી કુલ સારવારના આંકડાની દ્રષ્ટિએ) હૈદરાબાદ સ્થિત નેફ્રોપ્લસનો આઈપીઓ બુધવાર, 10 ડિસેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે અને શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે.
પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 438થી રૂ. 460 નક્કી કરવામાં આવ્યો છે. લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 41નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
આ આઈપીઓમાં રૂ. 353.4 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,12,53,102 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
નેફ્રોપ્લસનું ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં આવેલું 165 બેડવાળું ડાયાલિસીસ ક્લિનિક વૈશ્વિક સ્તરે સૌથી મોટું ડાયાલિસીસ ક્લિનિક છે. કંપની ભારતમાં નવા ડાયાલિસીસ ક્લિનિક્સ ખોલવા માટેના મૂડી ખર્ચ માટે ફ્રેશ ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી રૂ. 129.1 કરોડનો ઉપયોગ કરવાનો અને ચોક્કસ ઉધારની પૂર્વ-ચુકવણી અથવા નિર્ધારિત ચુકવણી માટે રૂ. 136 કરોડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
2009માં સ્થાપિત નેફ્રોપ્લસ ભારતમાં સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ ડાયાલિસીસ સર્વિસ નેટવર્ક છે, જે 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના 288 શહેરોમાં ક્લિનિકનું સમગ્ર ભારતમાં નેટવર્ક ધરાવે છે. તે ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન અને નેપાળમાં 51 ક્લિનિક્સ સહિત 519 ક્લિનિકનું નેટવર્ક પણ ધરાવે છે.
તે હોમ હેમોડાયલિસીસ, હેમોડાયફિલ્ટ્રેશન, હોલિડે ડાયાલિસીસ, ડાયાલિસીસ ઓન કોલ અને ડાયાલિસીસ ઓન વ્હીલ્સ જેવી ક્ષમતાઓ સાથે હેમોડાયલિસીસ ઓફર કરે છે, જે દર્દીઓને સૌથી યોગ્ય અને અનુકૂળ સારવાર વિકલ્પોની સુલભતા સુનિશ્ચિત કરે છે.
નાણાંકીય વર્ષ 2024માં ભારતીય ડાયાલિસીસ સર્વિસ માર્કેટનું મૂલ્ય 818 મિલિયન યુએસ ડોલર હતું અને તે 2029માં લગભગ 1,979 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
