PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે શું ચર્ચા થઈ હૈદરાબાદ હાઉસમાં?
નવી દિલ્હી, ભારત યાત્રા પર આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિને આજે શુક્રવારે સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કર્યા. તે પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું.
હવે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધા હૈદરાબાદ હાઉસ પહોંચ્યા. અહીં બંને પક્ષો વચ્ચે મહત્વની દ્વિપક્ષીય મંત્રણા થઈ રહી છે. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીએ કહ્યું કે તમારા સ્વાગતની તક મળી છે. કાલથી જ ડેલિગેશન અનેક બેઠકોમાં વ્યસ્ત રહ્યા. તમારી યાત્રા ખુબ ઐતિહાસિક છે. ૨૦૦૧માં જ્યારે તમે કાર્યભાર સંભાળ્યો હતો ક્્યારે બંને દેશો વચ્ચે સંબંધોનો એક મજબૂત પાયો નખાયો હતો. હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યા બાદ પીએમ મોદીએ અનેક મહત્વની વાતો કરી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વ સમુદાયના તમામ નેતાઓ સાથે જ્યારે પણ મારી વાત થઈ છે અને તેમણે જ્યારે પણ વિસ્તારથી ચર્ચા કરી ત્યારે મે કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ નથી, ભારતનો પક્ષ છે અને તે પક્ષ શાંતિનો છે. અમે શાંતિના દરેક પ્રયત્નનું સમર્થન કરીએ છીએ અને તેના દરેક પ્રયત્નની સાથે છીએ. મને પૂરો વિશ્વાસ છે કે અમે આજે અનેક વિષયો પર ચર્ચા કરવાના છીએ. ભારત અને રશિયાના આર્થિક સંબંધોનો વધુ વિસ્તાર થાય. અમે નવી નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરીએ.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે યુક્રેનના સંકટ બાદ અમારી સતત ચર્ચા થતી રહી છે. તમે પણ સમયાંતરે એક સાચા મિત્ર તરીકે અમને તમામ ચીજોથી અવગત કરાવ્યા છે. હું સમજું છું કે આ વિશ્વાસ ખુબ મોટી તાકાત છે અને તમે તથા મે અનેકવાર આ વિષય પર ચર્ચા કરી છે. વિશ્વનું કલ્યાણ શાંતિ માર્ગ પર જ છે. આપણે બધાએ મળીને શાંતિનો રસ્તો શોધવો જોઈએ અને ગત દિવસોમાં જે પ્રયત્નો ચાલી રહ્યા છે, મને પૂરો વિશ્વાસ છે કે એકવાર ફ રીથી વિશ્વ શાંતિની દિશામાં વળશે.
રાષ્ટ્રપતિ પુતિનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે અમારી સમિટ અનેક પરિણામોની સાથે ચાલી હતી. તમારી યાત્રા ખુબ ઐતિહાસિક છે. ૨૦૦૧માં જ્યારે તમે કાર્યભાર સંભાળ્યો અને પહેલીવાર ભારતનો પ્રવાસ કર્યો આજે તેને ૨૫ વર્ષ થયા છે. તે પહેલી યાત્રામાં જ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનો મજબૂત પાયો નખાયો હતો. હું પર્સનલી ખુબ ખુશ છું કે પર્સનલ લેવલ પર તમારી સાથે મારા સંબંધોએ પણ ૨૫ વર્ષ પૂરા કર્યા.
મારું માનવું છે કે ૨૦૦૧માં તમે જે ભૂમિકા ભઝવી, તે એ વાતનું શાનદાર ઉદાહરણ છે કે એક વિઝનરી લીડર કેવા હોય છે, તે ક્્યાંથી શરૂ કરે છે અને સંબંધોને ક્્યાં સુધી લઈ જઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ભારત અને રશિયાના સંબંધ છે. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીની સાથે વાતચીતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાની ભારતની પહેલ પર પીએમ મોદીની પ્રશંસા કરી.
રાજઘાટ પહોંચેલા પુતિને મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પુતિને બાપૂની સમાધિ પર માથું ટેકવ્યું અને પરિક્રમા પણ કરી. તેમણે એક પુષ્પચક્ર ચઢાવ્યું અને બાપૂ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી. ભારત પ્રવાસના બીજા દિવસે આજે રાષ્ટ્રપતિ પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.
જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. અહીં તેમને ૨૧ તોપની સલામી અપાઈ, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂ અને રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં એક બીજાને બંને દેશોના ગણમાન્ય વ્યક્તિઓ સાથે પરિચય કરાવ્યો. ત્યાંથી તેઓ રાજઘાટ પહોંચ્યા.
