જેમણે કંઈ હાંસલ નથી કર્યું તે રોહિત-કોહલીનું ભાવિ નક્કી કરે તે દુર્ભાગ્યપૂર્ણઃ હરભજન
શારજાહ, ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે તાજેતરમાં ભારતીય ટીમના બે સીનિયર ખેલાડીઓની થઈ રહેલી ઉપેક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આગામી વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ કરવા અંગે હેડ કોચ ગૌતમ ગંભીરના ગર્ભીત મૌનને લઈને ટીમમાં બધું બરોબર નહીં હોવાની અટકળો વહેતી થઈ હતી.
હરભજન સિંહે જણાવ્યું કે, જેમણે કંઈ હાંસલ નથી કર્યું તે રોહિત-કોહલીનું ભાવિ નક્કી કરે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. રોહિત અને કોહલી હાલમાં ભારત તરફથી ફક્ત વન-ડેમાં રમી રહ્યા છે. તાજેતરમાં ભારતના હેડ કોચ ગંભીર તથા મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે બોર્ડના અધિકારીઓએ રાયપુરમાં બેઠક યોજી હતી.કોહલી અને રોહિતની થઈ રહેલી ઉપેક્ષા અંગે હરભજને કહ્યું કે, આ મારી સમજણ બહાર છે.
હું આ અંગે જવાબ નહીં આપી શકું કારણ કે એક ખેલાડી તરીકે મે આ મારી જાત સાથે થતું જોયું હતું. મારા કેટલાક સાથી ખેલાડીઓ પણ આ સ્થિતિમાંથી પસાર થયા હતા, જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમે આ અંગે વાત કે ચર્ચા કરતા નહતા.
કોહલી જેવા ખેલાડીને આ ઉંમરે પણ રમતો જોઈને મને આનંદ થાય છે. પરંતુ જેમણે કંઈ પ્રાપ્ત કર્યું નથી તે તેનું ભાવિ નક્કી કરે છે તે દુઃખદ છે, તેમ હરભજને ઉમેર્યું હતું. આગામી વન-ડે વર્લ્ડ કપને એક વર્ષથી વધુ સમય બાકી છે ત્યારે હરભજને રોહિત અને કોહલીને ટુર્નામેન્ટમાં રમાડવાનું સમર્થન કર્યું હતું. ઓફ સ્પિનરના હાલમાં ટેસ્ટમાં ભારતીય ટીમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.SS1MS
