આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ માટે શેફાલી નામાંકિત
દુબઈ, ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્મા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (નવેમ્બર) માટે નામાંકિત થઈ છે. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી જેમાં શેફાલી ટીમનો હિસ્સો બની હતી. ભારતની નિયમિત ઓપનર પ્રતિકાને ઈજા થતાં તે નોકઆઉટ મુકાબલામાં રમી શકી નહતી અને તેના સ્થાને શેફાલીને ટીમમાં તક મળી હતી.
શેફાલીએ દક્ષિણ આફ્રિકા વિમેન્સ સામેની ફાઈનલમાં ૮૭ રન અને બે વિકેટ ઝડપીને ભારતીય મહિલા ટીમના વન-ડે વર્લ્ડ કપ વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શેફાલી ઉપરાંત વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ માટે યુએઈની એશા ઓઝા અને થાઈલેન્ડની થિપાત્ચા પુથ્થાવોંગ પણ નામાંકિત છે.
આ બંને ખેલાડીઓએ બેંગકોકમાં આયોજીત સૌપ્રથમ આઈસીસી વિમેન્સ ઈમ‹જગ નેશન્સ ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યાે હતો. આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કેટેગરી માટે દક્ષિણ આફ્રિકાના સિમોન હાર્મર, બાંગ્લાદેશના ડાબોડી સ્પિનર તૈજુલ ઈસ્લામ અને પાકિસ્તાનનો ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ નોમિનેટ થયા છે.
હાર્મરે ભારત સામેના આફ્રિકાના ટેસ્ટ શ્રેણી વિજયમાં પ્રભાવી દેખાવ કર્યાે હતો. તેણે બીજી ટેસ્ટમાં ૩૭ રનમાં છ વિકેટ સાથે બંને ટેસ્ટમાં કુલ ૧૭ વિકેટ ઝડપી હતી. આઈસીસીની સ્વતંત્ર વોટિંગ એકેડમી તથા વિશ્વભરના ચાહકોના મતના આધારે વિજેતા જાહેર કરાશે.SS1MS
