Western Times News

Gujarati News

સની- બોબી પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા ખુલ્લા મુકશે

મુંબઈ, સની દેઓલ અને બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રની અંતિમ ક્રિયા જાહેર કર્યા વિના જ ઉતાવળે પુરી કરી દીધી હતી. જેથી ધર્મેન્દ્રના પ્રશંસકો તેમના પ્રિય અભિનેતાના અંતિમયાત્રાનો હિસ્સો બની શક્યા નહીં ,તેમજ દર્શન કરી શક્યા નહોતા. હવે સની અને બોબી દેઓલે પિતાના પ્રશંસકો માટે પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા પ્રશંસકો માટે ખુલ્લા મુકવાનો નિર્ણય લીધો છે.

જેથી ધર્મેન્દ્રના ચાહકો કોઇ પણ રોકટોક વગર પોતાના પ્રિય અભિનેતાના ફાર્મહાઉસમાં જઇને તેમની યાદ તાજી કરી શકશે. જોકે આ માટે સની અને બોબીએ સખત સિક્યોરિટી રાખશે તેમજ ફાર્મહાઉસ સુધીના રસ્તા પર પણ સિક્યોરિટી રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર સોશયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ ફાર્મહાઉસ પરથી વારંવાર તેમની તસવીરો મુકતા હતા. તેમનું સાદગીભર્યુ અને સરળ જીવન હવે તેમના પ્રશંસકો જુએ અને માણે અને આ રીતે તેમને શ્રદ્ધાંજલિ આપેતે માટે દેઓલ ભાઇઓ પ્રયાસ કરશે.દેઓલ પરિવાર પિતાના ચાહકોને પિતાની યાદગીરીથી દૂર રાખવા ન માંગતો હોવાથી આ યોજના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રની માંદગી અને અવસાન સમયે પાપારાઝીઓની સતત પરેશાનીથી કંટાણીને દેઓલ પરિવારે ધર્મેન્દ્રના નિધનની સત્તાવારજાહેરાત પણ કરી નહોતી. પાપારાઝીઓએ પિતાના અસ્થિવિસર્જન વખતે પણ છુપાઇને તસવીર અને વીડિયો લેવાનો પ્રયાસ કર્યાે હતો.

તેથી દેઓલ પરિવાર મીડિર્કર્મીઓની હાજરી પિતાની કોઇ પણ વિધિમાં ઇચ્છતો નહોતો. પરંતુ સાથેસાથે તેમણે પિતાના ચાહકો પિતાની યાદગીરીથી વંચિત ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીને ફાર્મહાઉસના દરવાજા ખુલ્લા મુકવાનો નિર્ણય લીધો છે. ધર્મેન્દ્રની ફિલ્મ સફર લાંબી રહી હતી અને તેણે વિવિધ પાત્રોને ન્યાય આપ્યો હતો. તેથી જ તેના ચાહકોમાં ંઅબાલવૃદ્ધોનો બહોળો વર્ગ સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.