Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર હેન્ડ-કેરેજ સુવિધા ગુજરાતને આંતરરાષ્ટ્રીય નિકાસ ઇકોસિસ્ટમમાં સ્થાન આપે છે: GJEPC

જીજેઈપીસીએ અમદાવાદ હેન્ડ-કેરેજ સુવિધા માટેની એસઓપીને ઝડપી બનાવવવા કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશ્નરની મુલાકાત લીધી

અમદાવાદ, 4 ડિસેમ્બર, 2025 – અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાતે જેમ્સ એન્ડ જ્વેલરી માલસામાનના હેન્ડ-કેરેજ માટેની મંજૂરી એ ઉદ્યોગ માટે વ્યાપારને સરળ બનાવવા માટેના ભારત સરકાર તથા જીજેઈપીસીના પ્રયાસોમાં વધુ એક મહત્વનું પગલું છે. Hand-Carriage Facility at Ahmedabad Airport Places Gujarat in the International Export Ecosystem: GJEPC.

ઓફિશિયલ હેન્ડ-કેરેજ /HBoP સિસ્ટમમાં અમદાવાદનો સમાવેશ અંગે 1 ડિસેમ્બર, 2025ના રોજ ડીજીએફટી પબ્લિક નોટિસ નંબર દ્વારા 33/2025–26 જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે યુએઈ, ઓસ્ટ્રેલિયા અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઈએફટીએ) દ્વારા ભારત તેની વૈશ્વિક વેપાર ભાગીદારીઓને વધારી રહ્યો છે.

હેન્ડ-કેરેજ સુવિધા અગાઉ માત્ર દિલ્હી પોર્ટ પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેને જયપુર, કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈ સહિત તમામ મુખ્ય પોર્ટ પર વિસ્તૃત કરવામાં આવી છે, જેમાં સરળ કામગીરી માટે જરૂરી સંબંધિત એસઓપી બહાર પાડવામાં આવી છે. શરૂઆતમાં, અમદાવાદ પોર્ટને હેન્ડ-કેરી પોઈન્ટ્સ ઓફ ઓરિજિન (HBoP) ની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. જીજેઈપીસી દ્વારા GJEPC દ્વારા DGFT સમક્ષ સતત રજૂઆત કર્યા બાદ હવે અમદાવાદ પોર્ટને સત્તાવાર રીતે HBoP નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યો છે.

DGFTની સૂચના પછી તરત જ ગુજરાતના રિજનલ ચેરમેન શ્રી જયંતિ સાવલિયાના નેતૃત્વમાં GJEPCના અધિકારીઓએ અમદાવાદના પ્રિન્સિપાલ કમિશનર ઓફ કસ્ટમ્સ શ્રી શિવકુમાર શર્માનો સંપર્ક કર્યો અને તેમની મુલાકાત લીધી હતી. તેમણે તેમને ખાતરી આપી હતી કે કસ્ટમ્સ વિભાગ આ પ્રક્રિયાને ઝડપી બનાવશે અને અમદાવાદ હેન્ડ-કેરેજ સુવિધા માટે વહેલી તકે SOP બહાર પાડશે.

ગુજરાતના નિકાસકારો માટે, આ શરૂઆત ફક્ત કાર્યકારી સુવિધા કરતાં સવિશેષ છે. તે મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં નવી નિકાસ સંભાવનાને ખોલવા માટેનું પ્રવેશદ્વાર છે. અમદાવાદથી હેન્ડ-કેરેજની સુવિધા ઉપલબ્ધ થવાથી ઉચ્ચ મૂલ્યના માલની ઝડપી અને સુરક્ષિત હલનચલન શક્ય બનશે, જેનાથી ઉત્પાદકો અને વેપારીઓ હાલના અને આવનારા FTAનો સંપૂર્ણ લાભ લઈ શકશે.

અમદાવાદ-સુરત-રાજકોટ બેલ્ટના નેતૃત્વ હેઠળ ગુજરાત લાંબા સમયથી કટ અને પોલિશ્ડ ડાયમંડ્સનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે અને હવે તે ઝડપથી સ્ટડેડ જ્વેલરીના ઉત્પાદન માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાત પ્રદેશમાંથી જેમ એન્ડ જ્વેલરીની કુલ 1,979.90 મિલિયન યુએસ ડોલરની નિકાસ થઈ હતી, જે આ ક્ષેત્રમાં ભારતની કુલ નિકાસમાં લગભગ 7 ટકા ફાળો આપે છે. અમદાવાદ હવે હેન્ડ-કેરેજ નેટવર્કમાં ઉમેરાતાં, આ પ્રદેશમાંથી નિકાસ કામગીરી વધુ ચુસ્ત, સ્પર્ધાત્મક અને વૈશ્વિક સ્તરે સંકલિત બને તેવી અપેક્ષા છે.

આ નવી ફેસિલિટીથી ગુજરાતમાં જ્વેલરી ઉત્પાદનની કરોડરજ્જુ સમાન MSME ને નોંધપાત્ર ફાયદો થશે. ઝડપથી કામ પૂરૂં થવું, , પ્રક્રિયા પરની નિર્ભરતામાં ઘટાડો અને અમદાવાદથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સીધી પહોંચ વ્યવસાયોને ખાસ કરીને મધ્ય પૂર્વ, યુરોપ અને લેટિન અમેરિકાના બજારો માટે વૈશ્વિક માંગને વધુ કાર્યક્ષમ રીતે પૂરી કરવામાં સક્ષમ બનાવશે.

GJEPC ના ચેરમેન કિરીટ ભણસાલીએ આ સમયસર અને પ્રગતિશીલ નિર્ણય માટે DGFT  અને વાણિજ્ય મંત્રાલયનો આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે હેન્ડ-કેરેજ નેટવર્કમાં અમદાવાદનો સમાવેશ થવાથી સ્ટડેડ જ્વેલરીના ઉત્પાદનમાં ગુજરાત પ્રદેશની વધતી જતી મહત્તાને મજબૂત બનાવશે.

કિરીટ ભણસાલીએ ઉમેર્યું હતું કે “ગુજરાતના નિકાસકારોની આ લાંબા સમયથી માંગ રહી છે અને GJEPC  DGFT  સાથે સતત આ દિશામાં કામ કરી રહ્યું છે. નવી સુવિધા સામૂહિક રીતે ભારતના હીરા અને ઝવેરાતની નિકાસને આગળ ધપાવતા મુખ્ય પ્રદેશો જેમ કે અમદાવાદ, સુરત અને રાજકોટના વ્યવસાયોને મોટા પ્રમાણમાં ટેકો આપશે. આ નિર્ણય હજારો નિકાસકારો માટે સુવિધા, ઝડપ અને કાર્યક્ષમતા લાવશે, કારણ કે તેઓ હવે અમદાવાદ એરપોર્ટ મારફતે સરળતાથી માલ મોકલી અને પ્રાપ્ત કરી શકશે.” ”

GJEPC ના રિજનલ ચેરમેન (ગુજરાત) શ્રી જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતના ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે અને અમદાવાદ એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદથી હેન્ડ-કેરેજની મંજૂરી આપવાથી પ્રક્રિયાઓ સરળ બનશે, નિકાસકારો માટે મહત્વપૂર્ણ સમય બચશે અને એમએસએમઈને મોટું પ્રોત્સાહન મળશે. આ નીતિગત ફેરફાર વૈશ્વિક જેમ્સ એન્ડ જ્વેલરીના વેપારમાં ભારતની સ્થિતિને સીધી રીતે મજબૂત બનાવશે.”

નવી હેન્ડ-કેરેજ સુવિધાથી માલની ઝડપી હેરફેર, રાહ જોવાનો સમય ઓછો અને નિકાસકારો માટે ઓપરેશનલ ખર્ચ ઓછો થશે. સરળ પ્રક્રિયાઓ અને સુધારેલી પારદર્શિતા  સાથે, આ પગલું સરકાર અને GJEPCના નિકાસકારોને ટેકો આપવા, ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારવા અને ગુજરાતને મૂલ્યવર્ધિત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાન આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.