Western Times News

Gujarati News

પુતિનને અથાણાંવાળા રીંગણ અને પીળી દાળ તડકા જેવી વાનગીઓ પીરસવામાં આવી

મીઠાઈઓમાં બંગાળનો ગુર સંદેશ અને મુરુક્કુ જેવા દક્ષિણ ભારતીય નાસ્‍તાનો સમાવેશ 

નવી દિલ્‍હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમના રશિયન સમકક્ષ વ્‍લાદિમીર પુતિન માટે આયોજિત રાજ્‍ય ભોજન સમારંભમાં ભારતના વિવિધ પ્રદેશોની ખાસ વાનગીઓનો સમાવેશ થતો હતો. મિજબાનીમાં ભારતની વિવિધ પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.

મહેમાનોને ગુચ્‍ચી દૂન ચેટિન (કાશ્‍મીરી અખરોટની ચટણીથી ભરેલા મશરૂમ), અથાણાંવાળા રીંગણ અને પીળી દાળ તડકા જેવી સ્‍વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન ચાર વર્ષ પછી ભારતની મુલાકાતે છે. તેમણે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના નિવાસસ્‍થાને રાત્રિભોજન, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્‍વાગત, રાજઘાટ ખાતે મહાત્‍મા ગાંધીને શ્રદ્ધાંજાલિ, ભારત-રશિયા વાર્ષિક સમિટ અને ભારત-રશિયા બિઝનેસ ફોરમનો સમાવેશ થતો હતો.

મીઠાઈઓમાં બંગાળનો ગુર સંદેશ અને મુરુક્કુ જેવા દક્ષિણ ભારતીય નાસ્‍તાનો સમાવેશ થતો હતો. મુખ્‍ય વાનગીઓમાં સૂકા ફળ અને કેસર પુલાવ, લચ્‍છા પરાઠા અને મગઝ નાનનો સમાવેશ થતો હતો. ઠંડીને ધ્‍યાનમાં રાખીને, ભોજન સમારંભ બદામ હલવા જેવી ગરમ અને સ્‍વાદિષ્ટ વાનગીઓ સાથે સમાપ્ત થયો.

નોંધનીય છે કે, ભોજન સમારંભ દરમિયાન નેવલ બેન્‍ડ અને ક્‍લાસિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એન્‍સેમ્‍બલે ભારતીય શાષાીય સંગીત સાથે બોલીવુડ અને રશિયન ધૂન રજૂ કરી. બેન્‍ડે શાહરૂખ ખાનની ફિલ્‍મ ફિર ભી દિલ હૈ હિન્‍દુસ્‍તાનીનું એક ગીત વગાડ્‍યું, જ્‍યારે રશિયન લોકગીત કાલિકા અને રાગ અમૃતવર્ષિની અને નલિકંથીના ધૂન પણ રજૂ કરવામાં આવ્‍યા.

સમૂહે સરોદ, સારંગી અને તબલા જેવા પરંપરાગત વાદ્યો રજૂ કર્યા, અને રશિયન સંગીતકાર પ્‍યોત્ર ઇલિચ ચાઇકોવસ્‍કીને શ્રદ્ધાંજલિ આપતા ધ નટક્રેકર સ્‍યુટ પણ રજૂ કર્યું. ભારતીય ભોજન અને સંગીત દ્વારા આ ભોજન સમારંભ બંને દેશો વચ્‍ચેના ઊંડા સાંસ્‍કૃતિક જોડાણોનું અદભુત પ્રદર્શન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.