Western Times News

Gujarati News

સંરક્ષણ ક્ષેત્રનું ઉત્પાદન વધી રૂ.૧.૫૧ લાખ કરોડ સુધી પહોંચ્યુંઃ રાજનાથ સિંહ

લેહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે રવિવારે કહ્યું હતું કે ૨૦૧૪ની સાલમાં દેશના સંરક્ષણ ક્ષેત્રનું ઉત્પાદન રૂ. ૪૬૦૦૦ કરોડ હતું જે આજે વધીને રૂ. ૧.૫૧ લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે, અને એક સમયે જે દેશ શસ્ત્રો માટે વિદેશો ઉપર નિર્ભર હતો તે આજે શસ્ત્રોનું ઘરઆંગણે ઉત્પાદન કરતો અને સાથે તેની નિકાસ કરતો દેશ બન્યો છે.

સિંઘે કહ્યું હતું કે ભારત પાસે એક સમયે શસ્ત્ર સંરજામ અને તેને લગતા પૂર્જાના ઉત્પાદન માટે જરૂરી મજબૂત સિસ્ટમનો ઘરઆંગણે મોટો અભાવ હતો, પરંતુ છેલ્લાં એક દાયકાના સાતત્યપૂર્ણ અથાક પ્રયાસોના પગલે આજે સમગ્ર સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

છેલ્લાં એક દાયકામાં આપણે કરેલાં કઠોર પરિશ્રમના કારણે આજે દેશના સંરક્ષણ ક્ષેત્રનું ઉત્પાદન વધીને રૂ. ૧.૫૧ લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે જે ૨૦૧૪ની સાલમાં ફક્ત રૂ. ૪૬૦૦૦ કરોડનું હતું.સમાન રીતે આપણે ઉત્પાદિત કરેલાં શસ્ત્ર-સંરજામની નિકાસ પણ વધીને રૂ. ૨૪૦૦૦ કરોડ ઉપર પહોંચી ગઇ છે જે ૧૦ વર્ષ પહેલાં ફક્ત રૂ. ૧૦૦૦ કરોડની હતી એમ સિંઘે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ૧૨૫ જેટલાં ઇન્ળાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું હતું.

લદાખ અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશો અને અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મિઝોરમ જેવા સરહદી રાજ્યોમાં પથરાયેલા આ પ્રોજેક્ટ અંત૪ગત રૂ. ૫૦૦૦ કરોડના ખર્ચે ૨૮ રોડ અને ૯૩ જેટલા પુલ બનાવવાનું કામ પૂર્ણ કરાયું છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે લેહ ખાતેથી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના નવા પૂર્ણ કરાયેલાં ૧૨૫ પ્રોજેક્ટ્‌સને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં.

વ્યૂહાત્મક રીતે મહત્વના આ પ્રોજેક્ટ્‌સ રૂ. ૫,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયાં છે. આ પ્રોજેક્ટ્‌સ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો અને અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મિઝોરમ સહિત સાત રાજ્યોમાં ફેલાયેલા છે – જેમાં ૨૮ રસ્તાઓ, ૯૩ પુલ અને ચાર અન્ય પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.