ભારતે શાંઘાઇમાં અદ્યતન કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું
બેઇજિંગ, ભારતે રવિવારે ચીનના મહાકાય શહેર શાઘાંઇ ખાતે અદ્યતન અને આધુનિક સુવિધાઓ ધરાવતી કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું હતું જે ચીનના મુખ્ય બિઝનેસ કેન્દ્ર ખાતે છેલ્લાં ૩૨ વર્ષમાં તેનું સૌ પ્રથમ રિલોકેશન છે.
શાંઘાઇ ખાતે ભારતે કોન્સ્યુલેટ કચેરી શરૂ કરી તે બાબત ચીનના પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના એક વિશાળ સમુદાયનું એક પ્રતીક છે. ચીનનું યુવી શહેર પણ એક મોટું બિઝનેસ કેન્દ્ર ગણાય છે અને આ શહેરમાં પણ ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની મોટી સંખ્યામાં હાજરી છે.
શાંઘાઇના ડાઉનટાઉન ગણાતા ચેંગનિંગ વિસ્તાર સ્થિત ડોનિંગ સેન્ટર ખાતે બંધાયેલી આ કોન્સ્યુલેટ કચેરી ૧૪૩૬.૬૩ ચો. મીટરમાં પથરાયેલી છે જે અગાઉની કચેરી કરતા બે ગણી મોટી ગણાય છે. ભારતના ચીન ખાતેના એલચી પ્રદીપ કુમાર રાવતે આ કોન્સ્યુલેટ કચેરીનું અદઘાટન કર્યું હતું.
આગામી ૮ ડિસેમ્બરથી કચેરી સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે એમ કચેરી તરફથી બહાર પડાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.૧૯૯૨થી સૌ પ્રથમવાર શરૂ કરાયેલી આ કોન્સ્યુલેટ કચેરીના મહત્વ ઉપર ભાર મૂકતા રાવતે કહ્યું હતું કે આ વર્ષ ભારત માટે વિશેષ વર્ષ બની રહ્યું છે, કેમ કે આ વર્ષે ભારત અને ચીને તેઓની વચ્ચેના ૭૫ વર્ષના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની ઉજવણી કરી હતી.
ભારત સાથેના સંબંધો માટે શાંઘાઇ અસાધારણ શહેર રહ્યું છે, અને હવે આ શહેર ખરેખર વિશ્વ કક્ષાના સ્તરના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે એમ કચેરીની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.SS1MS
