Western Times News

Gujarati News

અદિતિ રાવ હૈદરી, સારા અર્જૂન અને શ્રિયા સરને ફેક અકાઉન્ટની ફરિયાદ કરી

મુંબઈ, છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ તેમના નકલી અકાઉન્ટ બન્યા હોવાના અને તેમના નામ, તેમની તસવીરો અને તેમના નામે નકલી નંબર શરૂ કરાયા હોવાની પણ ફરિયોદો ઉઠી છે. ઘણા કલાકારોએ આ અંગે જાગૃતિ લાવવાની અને આ અનુભવને દુઃખી કરનારો ગણાવ્યો છે. ગયા અઠવાડિયે રકુલપ્રીતસિએ એક પોસ્ટ કરી હતી જેમાં તેના નામ અને તસવીર સાથે અજાણ્યા નંબર પરથી મેસેજ આવવાની વાત કરી હતી.

તેણે એક પોસ્ટમાં લખ્યું હતું, “સમગ્ર બાબત ચિંતાત્મક છે. અમે સાઇબરક્રાઇમમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહ્યાં છીએ. જે પણ મારા નામે આ કરે છે, તેની વિરુદ્ધ પગલાં લેવાવા જ જોઈએ.

અમારા પ્રસંશકોનો અમારા માટે પ્રેમ સમજું છું અને અમારા ફોટો એમના ડીપીમાં રાખે એ પણ સમજું છું. પણ મારા નામે ચેટ કરવું કે મારા નામે કોઈનો સંપર્ક કરવો તે બિલકુલ યોગ્ય નથી.” શ્રીયા સરને પણ ર્સ્કીન શોટ શેર કરીને તેના નામે નંબર બતાવીને મેસેજ કરતા લકોની વાત કરી હતી. તેણે કહ્યું કે તે બે દાયકાથી એક જ નંબરનો ઉપયોગ કરે છે. શ્રીયાએ કહ્યું, “આ વ્યક્તિ મારા નામે લોકો સાથે વાત કર્યા કરે છે, એ મેસેજ જરા પણ સારા નહોતા, એ હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું હતું.”

સારા અર્જૂનના પિતા રાજ અર્જૂને પણ આ અઠવાડિયે એક સ્ક્રીનશોટ શેર કર્યાે હતો અને પોસ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિ અજાણ્યો નંબર સારા અર્જૂનનો હોવાનો દાવો કરે છે અને લોકોને સારા તરીકે સંપર્ક કરે છે. પછી સારા અર્જૂને પણ તેના પિતાની પોસ્ટ રીશેર કરી હતી.

તેણે એમ પણ કહ્યું હતું કે તેને સંપર્ક કરવા માટે આ માત્ર એક તેનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જ છે. બાકી બધા અકાઉન્ટ નકલી છે.અદિતી રાવ હૈદ્રીએ પણ એક પોસ્ટ કરીને નકલી વોટ્‌સએપ નંબરથી તેના નામે ખોટા ફટોશૂટની ઓફર મોકલવામાં આવે છે. તેણે કહ્યું હતું કે તે કોઈને આ રીતે સંપર્ક કરતી નથી અને તે કામ માટે પોતાના અંગત નંબરનો ઉપયોગ કરતી નથી. બધું કામ હંમેશા તે તેની ટીમ મારફતે જ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.