વાસણા બેરેજથી ગાંધીનગર થર્મલ સ્ટેશન સુધી રિવરફન્ટ લંબાવાશે
રાજ્ય સરકાર રિવરફ્રંટ ફેઝ-૪,પ અને ૬ ડેવલપ કરશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પટમાં પ્રથમ તબક્કામાં ૧૧.પ કિ.મી.નો પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડે રિવરફ્રંટ તૈયાર કરવામાં આવ્યો છે. વાસણા બેરેજથી વાડજ અને જમાલપુરથી ડફનાળા સુધીનો રિવરફ્રંટ હવે આગળ વિકસી રહયો છે તેમજ આગામી બે-ત્રણ વર્ષમાં જ રિવરફ્રંટ વાસણા બેરેજથી ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધી લઈ જવામાં આવશે જેના માટે રાજય સરકાર દ્વારા ત્રણ તબક્કામાં કામ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રંટ ફેઝ-૧ નું કામ પૂર્ણ થયા બાદ ફેઝ-ર માં ડફનાળાથી ઈÂન્દરાબ્રીજ સુધીનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે ત્યારબાદ ઈન્દીરાબ્રીજથી નર્મદા કેનાલ સુધી ફેઝ-૩ નું કામ શરૂ કરવામાં આવશે.

પરંતુ તેની સાથે સાથે રાજય સરકાર તરફથી પણ ફેઝ-૪,પ અને ૬ માં રિવરફ્રંટ ડેવલોપ કરવામાં આવી રહયો છે જેમાં ફેઝ-૪ નર્મદા કેનાલથી પીડીપીયુ બ્રીજ સુધી અંદાજે પ કિ.મી., ફેઝ-પ માં પીડીપીયુથી શાહપુર બ્રીજ સુધી અંદાજે ૪.પ કિ.મી., અને ફેઝ-૬ માં શાહપુર બ્રીજથી થર્મલ પાવર સ્ટેશન સુધી અંદાજે ૮ કિ.મી. લંબાઈનો રિવરફ્રંટ તૈયાર કરવામાં આવશે. જેમાં ફેઝ-પ માં લગભગ ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ફેઝ-૬ માં ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
રિવરફ્રંટ ફેઝ-૪ માટે અંદાજે રૂ.પર૦ કરોડ, ફેઝ-પ માટે રૂ.પ૧૦ કરોડ, અને ફેઝ-૬ માટે રૂ.૭પ૦ કરોડનો ખર્ચ થશે. જો બધુ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે તો વાસણા બેરેજથી મંત્રીઓના નિવાસ સ્થાન સુધી વોટર ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવાનું પણ આયોજન છે. રિવરફ્રંટમાં પણ વાડજથી આરટીઓ સર્કલ થઈ ઈÂન્દરાબ્રીજ સુધી રોડ ડેવલપ કરવામાં આવશે ત્યારબાદ પૂર્વની જેમ પશ્ચિમ પણ ગાંધીનગર સુધી જશે.
રિવરફ્રંટ ફેઝ-૧ માં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ આર્કષણ તૈયાર કરવામાં આવી રહયા છે. ફેઝ-૧ થી ૬ નું કામ પૂર્ણ થયા બાદ નાગરિકોને અમદાવાદથી ગાંધીનગર જવા માટે કોઈપણ પ્રકારના ટ્રાફિક વિનાનો રોડ મળશે તેમ પણ માનવામાં આવે છે.
