ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના મુદ્દે યુએસના ઉપરાષ્ટ્રપતિ ટ્રોલ થયા
વોશિંગ્ટન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ફરી એક વાર વિવાદમાં આવી ગયા છે. જેડી વેન્સના મતે પ્રવાસીઓ અમેરિકન લોકોના સપના ચોરી રહ્યા છે. આ સાથે જ જેડી વેન્સ પર બેવડું વલણ અને જીનોફોબિક હોવાનો આક્ષેપ લાગવા માંડ્યા અને તેમની પત્ની ઉષા વેન્સને પરત ભારત મોકલવાની માંગ થવા માંડી છે. કેમ કે જેડી વેન્સના પત્ની ઉષા ભારતીય મૂળના છે. આ વિવાદનો આરંભ જેડી વેન્સની એક્સની એક પોસ્ટથી થયો છે.
આ પોસ્ટમાં જેડી વેન્સે દાવો કર્યાે કે, મોટા પ્રમાણમાં પ્રવાસીઓથી અમેરિકન વર્કર્સની તકો છીનવાઈ રહી છે. જેડી વેન્સ સતત પ્રવાસીઓને અમેરિકાના લોકોની રોજગારની તકો માટે ખતરો ગણાવી રહ્યા છે. જેડી વેન્સની પોસ્ટ પર પલટવાર કરીને એક યુઝરે કહ્યું કે, તેનો અર્થ છે કે તમારે ઉષા, તેમનો ભારતીય પરિવાર અને તમારા બાઇરેશિયલ બાળકોને પરત ભારત મોકલવા પડશે.
તાજેતરમાં ન્યૂયોર્ક પોસ્ટના એક પોડકાસ્ટમાં જેડી વેન્સે કહ્યું હતું કે, ‘‘અમેરિકનો માટે એવા પડોશીઓને પસંદ કરવા સ્વીકાર્ય છે, જેમની જાતિ(રેસ), ભાષા અને રંગ તેમના જેવો હોય.’’ વેન્સને પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યું કે, શું ટ્રમ્પ સરકારે માન્ય દસ્તાવેજ વિનાના તમામ પ્રવાસીઓને દેશમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી છે? જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે બની શકે એટલા લોકોનો દેશનિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.SS1MS
