‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ૫૦ લાખ લોકો સ્વાગત કરશે
ટ્રમ્પ-મોદી અમદાવાદમાં ૧૩ કિલોમીટર લાંબો લાંબો રોડ શો યોજશેઃ ૭૫ હજાર વિદ્યાર્થીઓ ટ્રમ્પનું સ્વાગત કરશે
અમદાવાદ:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેમનું બાદશાહી લાલજાજમ પાથરી સ્વાગત કરાશે. મોટેરા સ્ટેડીયમ જતાં રસ્તાઓ નવા બનાવાઈ તથા રસ્તાની બાજુ ફુલોના તથા અન્ય છોડોના રોપા રાખવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરીકન પ્રમુખ ટ્રમ્પનું આગમન હવે નિશ્ચિત બની જતાં સમગ્ર વિસ્તારને નવોરાની જેમ શણગારવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ૫૦ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે
જ્યારે ૭૫ જેટલાં વિદ્યાર્થીઓ ટ્રમ્પનું સ્વાગત કરશે. આ પ્રસંગે દેશનાં અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે સાથે મોટેરા સ્ટેડિયમ પર યોજાનારાં આ કાર્યક્રમમાં પાટણના પટોળાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રકૃતિ સહિતની અનેક કિંમતી ચીજવસ્તુઓ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવનાર છે.
કાર્યક્રમ પૂર્વે ટ્રમ્પ અને મોદીનું અમદાવાદ શહેરમાં ૧૩ કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે. જેનાં પગલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમેરીકી પ્રમુખ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૫ કિ.મી. રોડ શો યોજવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરીકાના રાષ્ટ્રપતિ, ટ્રમ્પના પત્ની મોટેરા સ્ટેડીયમમાં યોજાનાર કાર્યક્રમોમાં ગુજરાતના લોકપ્રિય રાસની રમઝટ બોલાવશે તેમ જાણવા મળે છે.
આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીને પાટણનું પટોળુ તથા જામનગરની બાંધણી ભેટ આવામાં આવશે તથા ડોનાલ્ડ ટ્રમ્પને કચ્છી ભરતકામનું જેકેટ ભેટ અપાશે. ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમન વખતે તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ક્રિકેટ જગતના હીરો સચિન તેડુલકર તથા સૌરવ ગાંગુલી મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.
ભૂતપૂર્વ કેપ્ટન તથા વર્લ્ડકપ વિજેતાના હીરો કપીલ દેવ પણ ઉપસ્થિત રહે તે માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કપિલ દેવે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમમાંથી જ રેકોર્ડ કર્યાે હતો. તેથી કપિલ દેવ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમમાં હાજર રહેશે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદી તથા ટ્રમ્પની સાથે થયેલ વાતચીતમાં ટ્રમ્પે અમદાવાદ આવવાની ઉત્સુકતા બતાવી છે અને ખાસ કરીને ગાંધી આશ્રમની મુલાકાત.
ટ્રમ્પના આગમન પૂર્વે ૫૦ લાખ લોકો તથા ૭૫ હજાર વિદ્યાર્થીઓ રંગબેરંગી ફુલોથી તથા રંગબેરંગી બલુનો ઉડાવી ભવ્ય આવકાર આપશે. મોટેરા સ્ટેડિયમ તથા ગાંધી આશ્રમ જવાના રસ્તાઓ પરિ બંને બાજુ રંગબેરંગી ફુલોના રોપાઓ રોપવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમ પર યોજાનાર કાર્યક્રમમાં ગુજશાહી સંસ્કૃતિની ઓળખ આપતાં કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર સાબરમતી વિસ્તાર નવો ઓપ અપાઈ રહ્યો છે.
અમેરિકન પ્રેસીડેન્ટ અમદાવાદ આવવાના હોવાથી તેમની સલામતી માટે લેવાનાર પગલાં અંગે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગૃહમંત્રી પ્રદિપસિંહે પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગૃહસચિવ તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠકો યોજી કામગીરીની સમીક્ષા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ૨૯ વિભાગોના વડાઓ તથા કર્મચારીઓ તેમની રજા રદ કરવાનો તથા સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મ્યુ.કોર્પાેરેશનનું તંત્ર પણ દોડું થયું છે.
મ્યુ.કમિશનર તથા અધિકારીઓ થતી તૈયારીઓનું મોનીટરીંગ કરી રહ્યાં છે. ટ્રમ્પ તથા નરેન્દ્ર મોદીના રૂટ પર રખડતા ઢોર-કુતરાઓ ન દેખાય તે માટે ખાસ ટીમો દેખરેખ રાખશે. રૂટ પર આવતાં દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યાં છે. ગાંધીઆશ્રમની મુલાકાતે આવનાર અમેરીકન રાષ્ટ્રપતિને આવકારવા આશ્રમવાસીઓ ખૂબ જ ઉત્સુક બન્યા છે. સમગ્ર ગાંધીઆશ્રમને શણગારવામાં આવ્યો છે, રંગરોગાન તથા રોશનીથી શણગારવામાં આવેલ “ગાંધી આશ્રમ” ટ્રમ્પ માટે એક યાદગાર સ્થળ બની રહેશે. અમદાવાદના મોટેરાના મહેમાન બનનાર પ્રેસીડન્ટને વેલકમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.