કનસલન્ટ પાછળ લાખોનો ખર્ચો કર્યો તો સુભાષબ્રીજનું ઈન્કપેકશન શું કર્યું ? તે તપાસનો વિષય
સુભાષબ્રિજના ઈન્સ્પેક્શનનો રિપોર્ટ તૈયાર કરનાર કન્સલ્ટન્ટ શંકાના દાયરામાં-કેન્ટિલિવર ખરાબ છતાં સારો હોવાનો રિપોર્ટ આપ્યો ઃ શહેજાદખાન પઠાણ
અમદાવાદના ૬૯ બ્રિજના ઇન્સ્પેક્શનના કામ માટે પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. ને ૩૫ બ્રિજ તથા જીઓ ડીઝાઇન એન્ડ રીસર્ચ પ્રા.લી. ને ૩૪ બ્રિજ એમ કુલ બે કંપનીઓને કામ આપેલ હતું.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનના ભાગ બેસી જવાની ઘટનાના અઠવાડિયા બાદ બ્રિજ ઇન્સ્પેક્શન રિપોર્ટ વિપક્ષ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ૬૯ બ્રિજનું ચોમાસા પહેલા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીબ્રિજ, સરદારબ્રિજ અને સુભાષબ્રિજ એમ ત્રણેય બ્રિજ રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેનો બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
છતાં પણ તેમાં બ્રિજની ઓવર ઓલ ફેર કન્ડીશન બતાવી દેવામાં આવી હતી તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજમાં જે ઘટના બની છે અને તેમાં કેન્ટી લીવરમાં રીપેરીંગની જરૂરિયાત હોવા અંગેનું જાણ છતાં પણ વિપક્ષ દ્વારા સુભાષબ્રિજ પર તાત્કાલિક પગલા લીધા બાદ ઇન્સ્પેક્શન રિપોર્ટ સામે સવાલ ઊભા થયા છે.
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સુભાષબ્રિજ મુદ્દે જણાવ્યું હતું કે શહેરના ૬૯ બ્રિજના ઇન્સ્પેક્શનના કામ માટે પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. ને ૩૫ બ્રિજ તથા જીઓ ડીઝાઇન એન્ડ રીસર્ચ પ્રા.લી. ને ૩૪ બ્રિજ એમ કુલ બે કંપનીઓને કામ આપેલ હતું.
સુભાષબ્રિજના ઈન્સ્પેશનનું કામ પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. નામની કંપનીને આપવામાં આવેલ હતું તમામ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ ૯ જુલાઈના રોજ આપવામાં આવેલ હતો.
પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. નામની કંપની દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ મુજબ સુભાષબ્રિજની કન્ડીશન ઓવર ઓલ ફેર એટલે કે એકંદરે સારી કન્ડીશન છે તેવો રીર્પોટ આપેલો હતો. વિપક્ષના નેતાએ સવાલ ઊભા કરતાં કહ્યું હતું કે આ કંપની દ્વારા આપવામાં આવેલો ઇન્સ્પેક્શન રિપોર્ટ યોગ્ય રીતે ઇન્સ્પેકશન કર્યા વગરનો અવાસ્તવિક અને ગુમરાહ કરનારો હોય તેમ સ્પષ્ટ જણાય છે.
જે તે સમયે બ્રિજની અંદરની બાજુના બોક્ષમાં ચામરચીડીયા હોવાને કારણે બોક્ષનું ઇન્સ્પેશન કરી શક્યાં ન હતાં તેવું તેમના રિપોર્ટ સ્પષ્ટ જણાવ્યો છે તો પછી ઓવર ઓલ ફેર કન્ડીશનનો રીર્પોટ કેવી રીતે આપ્યો ?
બ્રીજનું શું ઈન્કપેકશન કર્યું ? તે તપાસનો વિષય બની જાય છે. જેથી બ્રિજ ઈન્કપેશનનો રિપોર્ટ સ્પષ્ટ રીતે ખોટો પુરવાર થાય છે જેથી રિપોર્ટ વાસ્તવિકતાથી દુર હોય તેમ જણાઇ આવે છે જેથી પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને કામમાં બેદરકારી કરવા બદલ તાકીદે બ્લેકલિસ્ટ કરવો જોઈએ.
વિપક્ષના નેતાના આક્ષેપો અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવેલી હતી જેમાં પ્રથમ અને બીજા તબક્કાના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા.
જે ઇન્સ્પેક્શન બાદ તેમાં ખામી જોવામાં આવતા તાત્કાલિક ધોરણે કોઈપણ દુર્ઘટના ન થાય તેના માટે બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલી જ રહી છે બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાં પણ ઇન્સ્પેક્ટર થી લઈને અલગ અલગ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી દેવામાં આવી છે ટૂંક જ સમયમાં આ ભરતી કરવામાં આવશે.
