Western Times News

Gujarati News

વી.એસ.માં નર્સિંગ સ્ટાફ દ્વારા રજિસ્ટર છીનવી હાજરી પૂરવા ‘દાદાગીરી’ની ઘટનાની ગંભીર નોંધ લેવાઈ

VSમાં મનમાની કરનાર નર્સો વિરૂદ્ધ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે-નાઈટ ડ્યુટી પણ કરવી પડે તેમ હોવાથી VSની નર્સો LGમાં હાજર થવા તૈયાર ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ,  AMC સંચાલિત VS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સોના કરવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરની ધરાર અવગણના કરીને LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં હાજર નહીં થઈને VS હોસ્પિટલને બાનમાં લેનાર નર્સોની વિરૂદ્ધ કડક પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે.

શારદાબેન અને IG હોસ્પિટલમાં નહીં જનાર નર્સોને હાજરી નહીં પૂરવા દેવા અને તેમની ગેરહાજરી ગણવા અંગે કરવામાં આવેલા આદેશને ‘ઐસી તૈસી’ કરીને એક વોર્ડ બોય દ્વારા ‘દાદાગીરી’ કરીને મેટ્રન પાસેથી રજિસ્ટર છીનવીને નર્સોની હાજરી પુરી દેવાની ઘટનાની પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.

AMC કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ VSમાં મનમાની કરનાર નર્સો વિરૂદ્ધ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. LG અને શારદાબેન હોસ્પિટલમાં હાજર થાય તો કામ કરવું પડે, નાઈટ ડ્યુટી પણ કરવી પડે તેમ હોવાથી VSની નર્સો હાજર થવા તૈયાર ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

VSમાં૨૦૧૬ના બેચના વધારાના નર્સિંગ સ્ટાફની ટ્રાન્સફર કરવા છતાં અગમ્ય કારણોસર LG અને શારદાબેન હોસ્પિટલમાં હાજર નહીં થનાર નર્સોનો મુદ્દો વાસણાના કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠાવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી પહેલાંયોજાયેલી એજન્ડા મીટિંગમાં પણ મેયર સહિત પદાધિકારીઓ અને AMC કમિશનરે જણાવ્યું હતું કે, નર્સોને નોકરી ન કરવી હોય તો રાજીનામું આપી દે. ઓર્ડર કરાયા મુજબ નર્સો LG અને શારદાબેન હોસ્પિટલમાં હાજર ન થાય તો કડક પગલાં લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.