ગુજરાત હાઈકોર્ટ બારને મજબુત કરો એ સમયની માંગ છે ! વકીલ મતદારો વિચારશે ?!
ગુજરાત હાઈકોર્ટ બારની અસ્મિતા ઉજાગર કરવા અને વકીલોના પ્રાણ પ્રશ્નોના ઉકેલ લાવવા હાઈકોર્ટ બારમાં ખેલાતો ચૂંટણી જંગ! પણ મત વિભાજન આશ્ચર્યજનક પરિણામોનું સર્જન કરશે ?!
પ્રમુખ પદ ઉપર યતીનભાઈ ઓઝા, બી.એમ. માંગુકીયા, બ્રિજેશભાઈ ત્રિવેદી, ચિતરંજીતભાઈ ઉપાધ્યાય, દર્શનભાઈ શાહ વચ્ચે વ્યુહાત્મક ચૂંટણી જંગ ?!
ઉપપ્રમુખ પદ ઉપર પૃથ્વીસિંહ જાડેજા, વિરાટભાઈ પોપટ, નિરવભાઈ ત્રિવેદી, પુનિતભાઈ જુનેજા, અભિરાજભાઈ ત્રિવેદી અને અશોકભાઈ પરીખ વચ્ચે જંગ ?!
સેક્રેટરી પદ ઉપર ભાવિકભાઈ પંડયા, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, વિશાલભાઈ ઠકકર, મહેશભાઈ બારીયા તથા દેવેન્દ્રભાઈ પંડયા વચ્ચે કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો કથિત ગુપ્ત પ્રચાર ?!
જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ૮ ઉમેદવારો મેદાનમાં?! કોણ કોના મત કાપશે ?! પ્રથમ વાર ખજાનચી પદ માટે મહિલા અનામત ખુશ્બુબેન વ્યાસ, ભક્તિબેન જોષી, અમીબેન પટેલ, જૈમીની પાઠક વચ્ચે રસપ્રદ સ્પર્ધા સર્જાઈ છે ?!
મહાન વિચારક સર વોલ્ટર રેલે કહે છે કે, “માથું ગમે તે દિશામાં હોય હૃદય સાચી દિશામાં જ હોવું જોઈએ”!! બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, “ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ગુજરાત હાઈકોર્ટ બારમાં મજબુત નેતૃત્વનો અભાવ હોવાની વકીલ આલમમાં ચાલતી ચકચાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે !
એક જમાનામાં ગુજરાત હાઈકોર્ટ બાર એટલું મજબુત ગણાતું હતું કે, તેની રજૂઆતની “બેન્ચ” માં ગંભીર નોંધ લઈ પ્રશ્નો ઉકેલાતા હતાં ! પરંતુ હવે એ શાખ નબળી પડયાની ચર્ચા વચ્ચે ગુજરાત હાઈકોર્ટ બારના મજબુત, અનુભવી, કાબેલ વકીલોના પ્રશ્નો માટે લડત આપી શકે એવા “પ્રમુખ” ની જરૂર છે ! ભૂતકાળમાં હાઈકોર્ટ બારમાં શ્રી કે. જે. શેઠના, શ્રી યોગેશભાઈ લાખાણી જેવા અનેક પ્રમુખો બારને મળેલા !
જેમણે બાર અને બેન્ચ વચ્ચે સંવાદ જાળવી અનેક પ્રશ્નો ઉકેલ્યા હતાં ! આજે વકીલ આલમની સમસ્યાઓ ઉકેલાતી નથી ! કારણ ગમે તે હોય પણ હવે હાઈકોર્ટ બારમાં સમગ્ર ટીમ મજબુત નહીં હોય તો નહીં ચાલે ?! એવું કહેનારા વકીલ મતદારો મજબુત ઉમેદવારોની ટીમની તરફેણમાં મતદાન કરે એ જરૂરી છે ! નહીં તો હાઈકોર્ટ બાર નેતૃત્વ વગરનું બાર બની જશે ?!
પ્રમુખ પદ ઉપર શ્રી યતીનભાઈ ઓઝા, શ્રી બી. એમ. મંગુકીયા, શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી, શ્રી ચિતરંજીત ઉપાધ્યાય, શ્રી હેમરાજ શેઠના વચ્ચે રસાકસી ભર્યાે ચૂંટણી જંગ ખેલાશે ?! શ્રી યતીનભાઈ ઓઝાનું નામ હોટ ફેવરીટ હોવાની વકીલોમાં ચકચાર ?! પણ કોણ જીતશે ?!
મહાત્મા ગાંધી કહે છે કે, “જયાં ભુલો કરવાની આઝાદી ન હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી ! તમે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ “મનુષ્ય માત્ર ભુલને પાત્ર” પરંતુ ભુલોની પરંપરા ન સર્જવી જોઈએ”!! અને ન્યાયાધીશોથી પણ કયારેક ભુલ થઈ શકે છે ! માટે તો ટ્રાયલ કોર્ટ પછી હાઈકોર્ટ છે અને હાઈકોર્ટ પછી સુપ્રિમ કોર્ટ છે ! ગુજરાત હાઈકોર્ટમાં એક વાર મેટર ફાઈલ કરો પછી તેમાં હાથથીકરેલો ટેકનીકલ સુધારો પણ ગ્રાહ્ય રખાતો નથી !
હા કોઈ એડવોકેટ પાછળથી કોઈ સર્વે નંબર પાર્ટીના ધ્યાન બહાર જ સુધારી ન નાંખે માટે નિયમ કડક બનાવ્યા હોય તો પણ જન્મ તારીખ કે સરનેમમાં ટાઈપીંગ મિસ્ટેક જેવો નાનકડો સુધારો કોર્ટાેએ ગ્રાહ્ય રાખવો જોઈએ ! આ મુદ્દે વકીલોની વ્યાપક ફરિયાદ છે ! હાઈકોર્ટના ન્યાયાધીશની કરાયેલી બદલીના સંદર્ભે હડતાલનો જે રીતે ફીયાસ્કો થઈ ગયો તેનાથી નારાજ વકીલો હાઈકોર્ટ બારમાં મજબુત નેતૃત્વની શોધમાં છે ?!
હાઈકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી યતીનભાઈ ઓઝા ચૂંટણી લડી રહ્યા છે ! જુનીયર્સ વકીલોના આત્માનો અવાજ રજૂ કરવાની ક્ષમતા ધરાવતા શ્રી યતીનભાઈ ઓઝાએ હાઈકોર્ટ બારની સીનીયર વકીલોના જુથમાં પણ સ્વીકાર્ય ઉમેદવાર હોવાનું મનાય છે !
શ્રી યતીનભાઈઓઝા કાયદાકીય રીતે રજૂઆત કરવામાં કાબેલ ધારાશાસ્ત્રી છે ! સુપ્રિમ કોર્ટ સુધી તેઓ વકીલોની ફરિયાદ રજૂ કરવામાં સક્ષમ મનાય છે ! વકીલાતના વ્યવસાયિક મૂલ્યો માટે નિડરતાપૂર્વક અવાજ ઉઠાવવાની ક્ષમતા તેમનામાં છે ! તેઓ બારના અનુભવીનેતા છે ! હાઈકોર્ટને મજબુત બાર બનાવવા અને હાઈકોર્ટ બારમાં પ્રાણ પુરવા શ્રી યતીનભાઈ ઓઝા માટે એવી અપેક્ષા જુદા જુદા જુથોમાં પ્રબળ થતી જાય છે ! આ પ્રબળ ઈચ્છાનો પડઘો વકીલ મતદારો “મતદાન” માં પડશે તો શ્રી યતીનભાઈ ઓઝા ચૂંટણીમાં જીત હાંસલ કરી શકશે !
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન કહે છે કે, “યાદ રાખો કે સફળતા માટે તમારો નિશ્ચય જ બીજી કોઈ ચીજ કરતા વધુ મહત્વપૂર્ણ છે”!! ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, રાજકીય ક્ષેત્રના અગ્રણી મનતા શ્રી બી. એમ. માંગુકીયા ગુજરાત હાઈકોર્ટ બારની ચૂંટણીમાં પ્રમુખ પદ પરની ચૂંટણી લડી રહ્યા છે ! તેઓ જાહેર જીવનના અનુભવી, વકીલોની સમસ્યાઓથી માહિર અને વકીલોના પ્રશ્નો તેમની પોતાની કોઠાસૂઝથી ઉકેલી શકે છે એવું મનાય છે !
હાઈકોર્ટ બારના પ્રશ્નો અનેક છે અને વૈચારિક વ્યુહ અનેક છે તેની વચ્ચે સફળ થવા માટે શ્રી બી. એમ. માંગુકીયા પોતાની પ્રચારાત્મક કેવી રણનિતિ અખત્યાર કરે છે અને કેટલો વકીલ મતદારોનો વિશ્વાસ જીતે છે તેના પર તેમની ચૂંટણીલક્ષી સફળતાનો મદાર છે ! વકીલ તરીકે હાથમાં લીધેલા કેસો જીતવા એ વકીલના હાથમાં નથી !
એ રીતે ચૂંટણીમાં ઉમેદવારી કરીએ એટલે ચૂંટણી જીતી જવાય એવું નથી ! હાઈકોર્ટ બારમાં બેલેટ પેપર ઉપર પારદર્શિતા સાથે મતદાન થાય છે ! અને પ્રતિભાશાળી, બુÂધ્ધજીવી વકીલો મતદાન કરે છે ! ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર શ્રી બી. એમ. માંગુકીયા ચૂંટણીરૂપી વેતરણી કઈ રીતે પાર કરે છે એ જોવાનું રહે છે !
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડી કહે છે કે, “લોકતંત્રમાં એક મતદારની અજ્ઞાનતા પણ બાકીના મતદારો માટે જોખમી છે ! હાઈકોર્ટ બારની સમસ્યાઓ અનેક છે”!! બારના સભ્યો હોદ્દેદારો ભલે જુદી જુદીરીતે ચૂંટાયા હોય પણ “બાર એક અવાજ” બનીને કામ નહીં કરે તો સમસ્યાઓનો ઉકેલ નહીં મળે ! એ જ રીતે વકીલ મતદારોએ પોતાના મિત્રો જોઈને નહીં ઉમેદવારની કાબેલિયત જોઈને મતદાર કરવાનું છે !
નહીં તો સમસ્યાઓ ઉકેલાશે નહીં વધુ ગુંચવાશે ! હાઈકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી ચૂંટાઈ આવ્યા બાદ પ્રશ્નો ઉકેલવા પ્રમાણિકપણે પ્રયાસો કર્યા હતાં ! પણ અનેક પ્રશ્નો શું વણઉકેલાયેલા રહી ગયા છે ?! સુપ્રિમ કોર્ટમાં પ્રતિનિધિ મંડળમાં અનેક સક્ષમ મનાતા વકીલ પ્રતિનિધિ મંડળમાં જોડાયા હતાં !
પરંતુ સફળતા મળી નહોતી ! પરંતુ આ વખતે પુરી રણનિતિ સાથે અને વ્યુહાત્મક બાજી ગોઠવી શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી પ્રમુખ પદની ચૂંટણી માટેઉમેદવારી નોંધાવી છે ત્યારે ચૂંટણી જીતાડવામાં લોબીંગ સફળ થાય છે કે વ્યક્તિગત પ્રતિભા કામે લાગે છે એ જોવાનું રહે છે !
બ્રિટીશ વડાપ્રધાન શ્રી માર્ગિરટ થુચરે કહ્યું છે કે, “લડાઈ જીતવા માટે તમારે એક કરતા વધુ વખત લડવા પણ ઉતરવું પડે”!! હાઈકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી ચિતરંજીતભાઈ ઉપાધ્યાય પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ! કર્મશીલ, ઉત્સાહી અને જુનીયર્સ વકીલોના જુથોમાં જાણીતા અને માનીતા મનાતા શ્રી ઉપાધ્યાય હાઈકોર્ટ બારના પ્રશ્નોથી સુમાહિતગાર છે ! તેઓની રજૂઆત કરવાની કાબેલિયત પણ છે !
પરંતુ બારના પ્રમુખ પદ ઉપર ચતુષ્કોણીય ચૂંટણી જંગમાં મત વિભાજનનો મુદ્દો નજરઅંદાજ કરી શકાય નહીં ! માટે પ્રચારાત્મક વ્યુહરચના પર શ્રી ચિતરંજીતભાઈ ઉપાધ્યાયની હાર-જીતનો મદાર છે ! પ્રશ્નો અનેક છે, પડકારો અનેક છે, અને સ્પર્ધા અનેક સામે છે ! ત્યારે વકીલ મતદારો હાઈકોર્ટ બારનું સુકાન કોને સોંપે છે એ જોવાનું રહે છે !
ગુજરાત હાઈકોર્ટ બારમાં ઉપપ્રમુખ પદ ઉપર કાબેલ, અનુભવી અને નિડર ઉમેદવાર ચૂંટવાની જરૂરિયાત મતદારો અભિવ્યક્ત કરી રહ્યા છે ! ત્યારે ઉપપ્રમુખ પદ ઉપર શ્રી પૃથ્વીસિંહ જાડેજા, શ્રી વિરાટભાઈ પોપટ, શ્રી પુનિતભાઈ જુનેજા, શ્રી નિરવભાઈ ત્રિવેદી, શ્રી અભિરાજ ત્રિવેદી, શ્રી અશોકભાઈ પારેખ વચ્ચે વ્યુહાત્મક ચૂંટણી જંગ ખેલાશે ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને સરસ કહ્યું છે કે, “જે વ્યક્તિ કોઈપણ સત્યથી ડરતો નથી તેને કોઈપણ અસત્યથી ડરવાની પણ જરૂર નથી”! ગુજરાત હાઈકોર્ટબારમાં એક મજબુત ટીમની જરૂર છે ! કારણ કે આ ચૂંટણી હાઈકોર્ટ બારની અસ્મિતા માટેનો ચૂંટણી જંગ છે ! જેમાં અનેક કાબેલ ઉમેદવારો ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે લડી રહ્યા છે તેમાં ઉપપ્રમુખ પદ ઉપર શ્રી પૃથ્વીસિંહ જાડેજાએ ઉમેદવારી કરી છે !
શ્રી પૃથ્વીસિંહ જાડેજા કારોબારી પદ પરથી છેક ઉપર સુધી ચૂંટણી જીતવામાં સફળ રહેલા ઉમેદવાર છે ! રજૂઆત કરવામાં તેઓ સક્ષમ છે ! વિનમ્રતા, કર્મશીલતા અને નિડરતા એ ત્રણેય ગુણો તેમનામાં છે ! જુનીયર્સ વકીલોના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ રહેલા શ્રી પૃથ્વીસિંહ જાડેજા વર્તમાન બારના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં એક અનુભવી અને સક્ષમ ઉમેદવાર મનાય છે !
પરંતુ વર્તમાનમાં બારનો માહોલ જોતાં તેઓએ પ્રત્યેક ઉમેદવારનો સંપર્કકરી ચૂંટણીલક્ષી બાજી ફરી ચીપવી પડશે ! કારણ કે બાર અને બેન્ચા વચ્ચેની સંવેદનાને વાચા આપી શકે ! જરૂર પડે ગુજરાત બાર કાઉÂન્સલની મદદ લઈ હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી સમક્ષ મુદ્દાસર રજૂઆત કરવાની રણનિતિ ઘડવામાં તેઓ કાબેલ હેવાનું મનાય છે ! ત્યારે ઓછા સમયમાં મતદારોના દિલ સુધી પહોંચવામાં શ્રી પૃથ્વીસિંહ જાડેજા કામિયાબ થશે તો તેઓ હાઈકોર્ટ બારમાં મેદાન મારી જશે !
અમેરિકા, યુ.એસ.એ. ના નાયબ સંરક્ષણ સચિવ ડેવીડ પેકોર્ડે સરસ કહ્યું છે કે, “માર્કેટીંગ બહું મહત્વનું છે અને એટલે જ માર્કેટીંગનું કાર્ય ફકત માર્કેટીંગ ડીપાર્ટમેન્ટના ભરોસે છોડી દેવું ન જોઈએ”! ગુજરાત હાઈકોર્ટ બારનો ચૂંટણી જંગ એ બારની અસ્મિતા પાછી લાવવા માટેનો ચૂંટણી જંગ છે ! એવું વકીલ મતદારો ચર્ચા કરતા સાંભળવા મળે છે ! ત્યારે આ વખતે દરેક હોદ્દા ઉપર કશ્મકશભર્યાે ચૂંટણી જંગ ખેલાશે એવા નિર્દેશો મળે છે ! ઉપપ્રમુખ પદ ઉપર અનેક ઉમેદવારો મેદાનમાં છે !
ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી વિરાટભાઈ પોપટ ચૂંટણી લડી રહ્યા છે ! તેઓ એક અનુભવી, વિચારશીલ અને બારના પ્રાણ પ્રશ્નોથી સુમાહિતગાર છે ! હાઈકોર્ટ બારને મજબુત બનાવવા માટે તેઓ પ્રમાણિક યોગદાન આપી શકે છે ! તેઓ મજબુત બાર બનાવવા પોતાનું નેતૃત્વ પુરૂ પાડી શકે છે !
પરંતુ આ ચૂંટણી જીતવા માટે જાતે માર્કેટીંગ કરવું પડે એવો માહોલ બારમાં સર્જાયો છે ! ત્યારે બીજાના ભરોસે ચૂંટણી જીતી શકાય તેમ નથી ?! કારણ કે મત વિભાજન અને બારના પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા જોઈ મતદાન થશે ત્યારે માર્કેટીંગ જરૂરી છે ! શ્રી વિરાટભાઈ પોપટ એક કાબેલ અને સક્ષમ ઉમેદવાર છે ! જોઈએ મતદારો કોને પસંદ કરે છે ?!
ઉપપ્રમુખ પદ ઉપર શ્રી નિરવભાઈ ત્રિવેદી ચૂંટણી લડી રહ્યા છે ! તેઓ હાઈકોર્ટ બારમાં જુનીયર્સ વકીલોની સમસ્યાઓ છે ! મહિલા ધારાશાસ્ત્રીઓની સમસ્યાઓ છે ! હાઈકોર્ટ બારનો “આર્તનાદ” રજૂ કરવાની સમસ્યા છે ! હાઈકોર્ટ બાર એ સમગ્ર વકીલ આલમનું વાચસ્પતિ હતું ! આ પ્રતિભા ઉજાગર કરવાની ક્ષમતા શ્રી નિરવભાઈ ત્રિવેદી ઉજાગર કરવામાં સફળ થશે તો તેમના વિજય રથને કોઈ રોકી શકશે નહીં !
શ્રી નિરવભાઈ ત્રિવેદીમાં ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટણી જીતી કામ કરવાની પુરી ક્ષમતા છે ! પણ આ “સત્ય” વકીલ મતદારો સુધી પહોંચાડવામાં કામિયાબ થશે તો તેઓ મતવિભાજનનો લાભ ઉઠાવવવામાં કામિયાબથશે ! લડાઈ લાંબી છે અને મોટી છે ! ફકત મત બેંક પર આધાર રાખીને ચૂંટણી જીતી શકાયનહીં ! એ દરેક ઉમેદવારોએ સમજવું પડશે ?!
આ ઉપરાંત ઉપરાંત ઉપપ્રમુખ પદ ઉપર શ્રી પુનિત જુનેજા, શ્રી અભિરાજભાઈ ત્રિવેદી, શ્રી અશોકભાઈ પારેખ, ગુજરાત હાઈકોર્ટ બારમાં ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે ! તમામ ઉમેદવારોની ખ્વાઈશ છે કે તેઓ હાઈકોર્ટ બારની તાકાત બને ! અને હાઈકોર્ટ બારને મજબુત બનાવે ! અને સાથે સમગ્ર વકીલ આલમનો અવાજ બને અને વકીલોના વાચસ્પતિ બને પણ વકીલ મતદારો કોને પસંદ કરે છે ?! એ જોવાનું રહે છે ?! ૬ ઉમેદવારો વચ્ચે વ્યુહાત્મક ટકકર જામી છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
