ખોખરા 20 લાખ લીટર ક્ષમતાની નવી ટાંકી બનાવવામાં આવશે
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે હયાત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખી ૨૦ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટની ઓવર હેડ ટાંકી
તથા ૫.૭૦ મિલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભુર્ગભ ટાંકી બનાવવામાં આવશે. તેમજ જરૂરીયાત મુજબ નેટવર્ક નાંખવાના અને ઈલેકટ્રીકલ/મીકેનીકલ કામ તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતની કામગીરી થશે. જેના માટે રૂ.15.52 કરોડ નો ખર્ચ થશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગડીયા ના જણાવ્યા મુજબ દક્ષિણઝોનના ખોખરા વોર્ડમાં આવેલ ખોખરા રેલ્વે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે હયાત ભુગર્ભ ટાંકી ક્ષમતા ૧૩.૬૨ મીલીયન લીટર તથા ઓવરહેડ ટાંકી ક્ષમતા ૦.૯૧ મીલીયન લીટર છે.
જેમાં ખોખરા વોર્ડના કમાન્ડ એરીયા પૈકી રઘુવંશી સોસાયટી, હરી કોલોની,નરનારાયણનગર, આરતી સોસાયટી, સીતા રામેશ્વર સોસાયટી, શ્રુતીકુંજ વિભાગ-૧,૨,૩ એડન પાર્ક, સફલ કુંજ સોસાયટી, સનાતન સોસાયટી, હિરા સોસયટી, ખોખરા ગામ તથા આસપાસના વિસ્તારમાં આશરે ૬૦,૦૦૦ જેટલી વસ્તી ને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. તેના કમાન્ડીંગ વિસ્તારમાં હાલમાં સદર વિસ્તારમાં ખુબ જ ઝડપથી વિકાસ પામી રહેલ છે.
અને નવી હાઈ રાઇઝ સ્કીમો અને સોસાયટીઓ બની રહેલ હોવાથી વર્ટીકલ તેમજ હોરીઝોન્ટલ એક્પાન્સન વધી રહેલ છે.સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ના ઓગ્મેનટેશન ના ભાગરૂપે ૫૭ લાખ લીટર ની પંપ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨૦ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટની ઓવર હેડ ટાંકી બનાવવાનું આયોજન કરેલ છે. આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માંથી ભવિષ્યમાં થનાર વિકાસ પ્રમાણે આશરે ૨૫૦૦૦ જેટલી વસ્તીને નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે.
