ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું ?: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જોઇએ?” અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિશાનિર્દેશ આપવો જોઇએ.
અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતા ની બેન્ચને જણાવ્યું કે પહેલાં ફક્ત દિલ્હીને જ ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવતું હોવાનું મનાતુ હતું, પરંતુ તાજેતરના સંશોધનો ઉપરથી એવો નિષ્કર્ષ આવ્યો છે કે ભારતની ૭૫ ટકા વસ્તી તેમાં આવે છે. બેન્ચે પૂછ્યું, “તો આપણે બધાને ચંદ્રપર સ્થળાંતર કરી દઈએ કે ક્યાં?” અરજદારએ કહ્યું કે તાજેતરમાં જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો હતો.
બેન્ચે જવાબમાં કહ્યું, “સૌપ્રથમ તો આ દેશમાં જ્વાળામુખી લાવવો પડશે, ત્યાર બાદ જ આપણે તેને જાપાન સાથે સરખાવી શકીએ.” અરજદારએ કહ્યું કે ભૂકંપ આવે ત્યારે નુકસાન ઓછું થાય તે માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
બેન્ચે કહ્યું, “તે સરકારનું કામ છે; આ કોર્ટ તે કરી શકતી નથી” એમ કહીને બેંચે અરજી ફગાવી દીધી હતી. અગાઉ અરજદારએ દલીલ કરી હતી કે તાજેતરમાં તેમની અરજી સાથે સંબંધિત ઘણી માહિતી આવી છે. બેન્ચે કહ્યું કે આ બધી સરકારની નીતિ-વિષયક બાબતો છે વિષયો છે અને સરકારે તે બાબતે કાળજી લેવાની રહે છે.SS1MS
