સની દેઓલની બોર્ડર ૨નું નવું ધમાકેદાર પોસ્ટર રિલિઝ
મુંબઈ, સની દેઓલની આગામી ફિલ્મ ‘બોર્ડર ૨’ની ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મથી જોડાયેલી અપડેટ્સ ફિલ્મ મેકર્સ સમય-સમય પર શેર કરતા રહે છે. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ સામે આવી છે તે ખુબ જ જોરદાર છે. જોકે, ફિલ્મનું નવું જોરદાર પોસ્ટર રીવીલ કરવાની સાથે જણાવાયું છે કે, તેનું ટીઝર કયા દિવસે અને કેટલા વાગ્યે રિલીઝ કરાશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તેના ડિરેક્ટર અનુરાગ સિંહ છે.
સની દેઓલની ફિલ્મ બોર્ડર ૨નું નવું અને ધમાકેદાર પોસ્ટર સામે આવ્યું છે. જેમાં સનીની સાથે ફિલ્મના ત્રણ બીજા જવાન એટલે વરૂણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી નજરે આવી રહ્યા છે. પોસ્ટરમાં ચારેય સ્ટાર્સનો ગજબ લુક જોવા મળી રહ્યો છે.
આકાશમાં આગ વરસતા ફાઇટર જેટ અને જમીન પર ફોજી બંદૂકો સાથે જોવા મળી રહ્યા છે. વરુણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરીને કહ્યું કે- અજય દિવસનો જોશ, ૧૯૭૧ની જીતની યાદ અને વર્ષનું સૌથી ભવ્ય ટીઝર લોન્ચ- એક સાથે! ઈંબોર્ડર૨નું ટીઝર ૧૬ ડિસેમ્બરે બપોરે ૧ઃ૩૦ વાગ્યે રિલીઝ થશે.
ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬એ થિયેટરોમાં રિલીઝ થશે.બોર્ડર ૨ એ ડિરેક્ટર જેપી દત્તાની યુદ્ધ એક્શન ડ્રામા ફિલ્મ બોર્ડરની સિક્વલ છે, જે ૧૯૯૭ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આજે પણ લોકપ્રિય છે. ડિરેક્ટર અનુરાગ સિંહ બોર્ડર ૨ બનાવી રહ્યા છે. જેને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટી, વરુણ ધવન, સની દેઓલ, દિલજીત દોસાંઝ, મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા મુખ્ય ભૂમિકામાં છે.SS1MS
