કોડીનારના સિંધાજ ગામે ૩૫ વર્ષીય યુવાન પર બે સિંહનો હુમલો
(એજન્સી)જુનાગઢ, સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથી, ન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ રહે છે તેવા અસંખ્યા દાખલા છે. પરંતુ અમરેલીના સિંહો માનવ લોહી ચાખી ગયાનું લાગી રહ્યું છે.
અમરેલીમાં સિંહોના માણસો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીમાં સિંહે ખેત મજૂર પર હુમલો કર્યાની ઘટના બની છે. એક મહિનામાં સિંહના હુમલાની બનેલની આ ચોથી ઘટના છે.
અમરેલીના વિઠલપુર સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહ દ્વારા ખેત મજૂર પર હુમલો કરાયો છે. વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કર્યો હતો. મજૂર કેરમ નાયક (ઉંમર ૨૭ વર્ષ) ઈજાગ્રસ્ત થતા અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક અન્ય મજૂરો દ્વારા બુમો પાડતા મજૂરને સિંહના કબ્જામાંથી છોડાવ્યો હતો. ત્યાર આ ઘટના બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે. સિંહને પકડવા માટે પાંજરા મુકવા માટેની કવાયત હાથ ધરી છે.
૯ ડિસેમ્બરના રોજ સિંધાજ ગામમાં ૩૫ વર્ષીય રમેશભાઈ લખાભાઈ વાઢેર સામાન્ય રીતે પોતાની એક વાડીમાંથી બીજી વાડી તરફ ગોળનો ડબ્બો લેવા જઈ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક રસ્તા પર બે નરસિંહો ત્રાટક્યા અને રમેશભાઈ પર હુમલો કરી દીધો. આકસ્મિક હુમલામાં તેઓ જમીન પર પટકાયા અને સિંહોએ તેમના પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી.
૨૫ નવેમ્બરના રોજ બગસરાના હામાપુર ગામે સિંહણ દ્વારા ૫ વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાવાની ઘટના બની હતી. હામાપુર ગામે રમેશભાઈ નાનજી ભાઈ સોજીત્રાની વાડીમાં ભાગ્યું રાખી પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. બાળક વાડીમાં પાણી ની કુંડી પાસે રમતો હતો અને સિંહણ બાળકને ઉઠાવીને તુવેરના પાક વચ્ચે જતી રહી.
કનક વિનોદભાઈ (ઉ.વ ૫) નામના બાળકને સિંહણ દ્વારા માનવ મૃત્યુ મળ્યુ છે. બાળકના મૃતદેહને પી.એમ અર્થ બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતા. તેના બાદ બીજા દિવસે ૨૬ નવેમ્બરે પણ અમરેલી જિલ્લામાં સિંહનો આંતક જોવા મળ્યો છે તેવું કહી શકાય.
