યુવતીની મૈત્રી ભારે પડી, રોકાણના નામે ૧.૦૫ કરોડ ખંખેર્યાં
અમદાવાદ , શહેરમાં રહેતા એક યુવકને એક યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બંને વચ્ચે વાતચીત થયા બાદ યુવતીએ એક જ માસમાં યુવકને શેરબજારમાં રોકાણની લાલચ આપતા યુવક ફસાઇ ગયો હતો. તેણે યુવતીની લાલચમાં આવીને બે જ માસમાં ૧.૦૫ કરોડનું રોકાણ કર્યુ હતું.
જેની સામે ૨.૨૪ કરોડ વોલેટ બેલેન્સ બતાવતા તેણે વિડ્રો કરવાની પ્રોસેસ કરતા આઇડી સસ્પેન્ડ થયુ હોવાનું બતાવવામાં આવ્યું હતું. જે બાદ ગઠિયાઓએ ફોરેક્સ ફી પેટે ૬૦ લાખ ટેક્સ ભરવાનું કહેતા તેને ફ્રોડની શંકા ગઇ હતી. જેથી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદેશનો ૩૮ વર્ષીય યુવક નાના ચિલોડા નજીક રહે છે અને ગિફ્ટ સિટી પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તેને ઇશીતા અરોરા નામની યુવતીએ ફેસબુક રિકવેસ્ટ મોકલી હતી.
જે બાદ બંને વોટ્સએપ પર વાત કરતા હતા. ઇશીતાએ પોતે ફેશન ડિઝાઇનર હોવાનું કહીને પોતે દિલ્હીની છે અને સાઉથ બોપલમાં રહે છે તેવી વાતો કરીને ટ્રેપ ગોઠવી હતી. જે બાદ વાત વાતમાં ઇશીતાએ શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચા વળતરની લાલચ આપીને એક એપ્લિકેશનની વાત કરી હતી. યુવક અને ઇશા વચ્ચે એક મહિના સુધી શેરબજાર, કામકાજ અને મિત્રતાની વાતો થઇ હતી.
આ દરમિયાનમાં ઇશીતાએ ભરોસો કેળવીને યુવકને એક લિંક મોકલી હતી. જે લીંક મારફતે યુવકનું આઇડી અને વોલેટ બન્યુ હતું. જે બાદ પહેલા યુવકે ૫૦ હજારની રકમનું રોકાણ કર્યુ હતું અને તે જ દિવસે તેનો ૧૦૦ યુએસ ડોલરનો પ્રોફિટ બતાવ્યો હતો.
જેથી યુવકે તે રકમ વિડ્રો કરવા જતા ૯૩૦૦ રૂપિયા ખાતામાં આવી ગયા હતા. આમ, ઇશીતા પર ભરોસો રાખીને આ યુવકે બે જ માસમાં ૧૭ જેટલા ટ્રાન્ઝેક્શનથી રૂ. ૧.૦૫ કરોડની રકમનું રોકાણ કર્યુ હતું. જેની સામે વોલેટ બેલેન્સ રૂ. ૨.૨૪ કરોડ બતાવતુ હતું. જેથી યુવક લાલચમાં આવીને તે રકમ વિડ્રો કરવા જતા તેનું આઇડી સસ્પેન્ડ થયું હોવાનું બતાવવામાં આવ્યુ હતું. તેણે ઇશીતાને વાત કરતા ફોરેક્સ ફી પેટે ૬૦ લાખ ટેક્સ ભરવાનું કહેતા તેને ળોડની શંકા ગઇ હતી.
જેથી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નારણપુરામાં રહેતા વૃદ્ધને ફેસબુક પર શેરબજારમાં રોકાણ માટેનો મેસેજ આવ્યો હતો. જે બાદ ગઠિયાઓએ તેમને લિંક મોકલીને વોટ્સએપ ગ્‰પમાં એડ કર્યા હતા. વૃધ્ધે કુલ રૂ. ૭૫.૧૮ લાખનું રોકાણ કર્યુ હતું. જે બાદ તેમને નાણાં વિડ્રો ન કરવા દઇને ગઠિયાઓએ ૨૧.૦૧ લાખ સર્વિસ ફીના માંગીને ૭૫.૧૮ લાખનું ળોડ કરતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS
