અલ્લુ અર્જૂનની પુષ્પા-ટુ વધારાના કટ સાથે જાપાનમાં જાન્યુઆરીમાં રિલીઝ થશે
મુંબઈ, અલ્લુ અર્જુનના પુષ્પા ટુનું પાત્ર એક કન્ટેનરમાં છુપાઇને જાપાન પહોંચતું જોવા મળ્યું હતું. હવે ફિલ્મ રિલીઝના એક વરસના અધિક સમય પછી અલ્લુ અર્જૂન કાયદાકીય રીતે જાપાનમાં એન્ટ્રી લેશે. આ વખતે તે પોતાની પુષ્પા ટુની રિલીઝના પ્રમોશન માટે જાપાન જવાનો છે.
આ મહિનાની શરૂઆતમાં માહિતી હતી કે, પુષ્પા ટુ- ધ રુલ જાપાન ૧૬ જાન્યુઆરીના રોજ પુષ્પા કુનરિન નામે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાંવધારાના કટ ઉમેરવામાં આવ્યા છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મને ૨૦ મિનિટ સુધી લંબાવામાં આવીને ફિલ્મનો સમય ૨૨૨ મિનીટ કરવામાં આવ્યો છે.
રસપ્રદ છે કે, અલ્લુ અર્જૂન પોતાની ફિલ્મને જાપાનમાં પ્રમોશન રિલીઝ માટે ઉત્સાહિત છે. તે પ્રથમ વખત જાપાન જઇ રહ્યો છે. ફિલ્મસર્જકની ઘોષણા છે કે, તેઓ ફિલ્મ શોચિકૂની સાથે જ પુષ્પા કુનિરિનને રિલીઝ કરવામાં આવશે.ફિલ્મનું જાપાની ટ્રેલર પણ આ પહેલા રિલીઝ કરવામા ંઆયું હતું.SS1MS
