તક્ષશીલા હાઈટ્સ ઈન્ડિયાના કમલેશ ગોંડલિયા અને તેના પુત્રનું વધુ એક કારસ્તાન
વિરલભાઈએ રૂ.૧.૧૧ કરોડ ચુકવી દીધા અને બીયુ પરમીશન પણ આવી ગઈ હોવા છતાંય કમલેશ ગોડલીયા અને તેના પુત્ર પાર્થિવ બંને ફલેટનું પઝેશન નહી આપીને દસ્તાવેજ ન કરી આપીને વિશ્વાસઘાત કર્યો હતો.
બિલ્ડરે નાણાં લઈ બે ફલેટના પઝેશન કે દસ્તાવેજ ન આપી વિશ્વાસઘાત કર્યો -પિતા-પુત્ર સામે એલીસબ્રીજ પોલીસે ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાસે તક્ષશીલા હાઈટસ ઈન્ડીયા પ્રા.લી.ના એક સ્કીમ આવેલી છે. આ સ્કીમમાં રહેતા રહીશે થોડા સમય પહેલા બિલ્ડર કમલેશ ગોડલીયા સહીતના લોકો સામે આક્ષેપ કરતી પોલીસ ફરીયાદ નોધાવી હતી. હવે વધુ એક વ્યકિતએ કમલેશ ગોડલીયા અને તેના પુત્ર સામે પોલીસ ફરીયાદ નોધાવી છે. GujRERA suspends registration of Takshashila’s More Towers project in Ahmedabad
આ વ્યકિતએ આક્ષેપ કર્યો છે. કે તેમણે કમલેશ ગોડલીયાની સ્કીમમાં બે ફલેટ બુક કરાયા હતા. જે બાદ લોન કરાવીને અને ચેકથી ૧.૧૧ કરોડ જેટલી રકમ ચુકવી દીધા બાદ પણ પિતા પુત્રએ ફલેટનું પઝેશન નહી આપીને દસ્તાવેજ ન કરી આપીને વિશ્વાસઘાત કર્યો છે. એલીસબ્રીજ પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
આંબાવાડીમાં રહેતા વિરલભાઈ જોશી પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. વિરલભાઈ વર્ષે ર૦ર૦માં તક્ષશીલા હાઈટસ ઈન્ડીયા પ્રા.લી.ના કમલેશ ગોડલીયા અને તેના દીકરા પાર્થિવ ગોડલીયાની એલીસબ્રીજમાં આવેલી તક્ષશીલા એલીગના નામની સ્કીમમાં ફલેટ જોવા ગયા હતા. આ સ્કીમમાં તેમને ફલેટ પસંદ આવતા તેમણે બે ફલેટ ૧.૩૪ કરોડના ભાવે બુક કરાવ્યા હતા.
જે બાદ તેમણે કેટલુંક પેમેન્ટ પણ કર્યું હતું. જયારે બાકીની રકમ ચુકવવા માટે તેમણે હોમલોન લીધી હતી. લોન મંજુર થઈ ગયા બાદ તે રકમ બિલ્ડરને ટ્રાન્સફર થઈ હતી. થોડા સમય બાદ બિલ્ડર પિતા પુત્રના ત્યાં કામ કરતા યોગેશ ભરવાડે બંને ફલેટનો બાનાખત કરી આપ્યો હતો. જે બાદ મૌખીક અને લેખીતમાં ફલેટનું પઝેશન આપવાની બાંયધરી પણ આપી હતી.
લાંબા સમય બાદ પઝેશન આપવાનું કહેતા વિરલભાઈએ આ બાબતે પ્રશ્નો કરતા રેરાના નિયમ મુજબ આટલો સમય બતાવવો જરૂરી છે. તેવો જવાબ આપીને પઝેશન ન મળે ત્યાં સુધી હોમલોનનું વ્યાજ બિલ્ડર ચુકવશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
વિરલભાઈએ રૂ.૧.૧૧ કરોડ ચુકવી દીધા અને બીયુ પરમીશન પણ આવી ગઈ હોવા છતાંય કમલેશ ગોડલીયા અને તેના પુત્ર પાર્થિવ બંને ફલેટનું પઝેશન નહી આપીને દસ્તાવેજ ન કરી આપીને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ મામલે પોલીસે બિલ્ડરે પિતા-પુત્ર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad The Gujarat Real Estate Regulatory Authority (GujRERA) has suspended the registration of the proposed high-rise project ‘More Towers’, being developed adjacent to Takshashila Air near Ellisbridge Town Hall and behind M.J. Library in Ahmedabad. The decision comes after the Amdavad Municipal Corporation (AMC) cancelled the development permission granted for the project.
