અમદાવાદ બારમાં પ્રમુખ પદ માટે હરેશ શાહ અને જગત ચોકસી વચ્ચે વ્યુહાત્મક રસપ્રદ ચૂંટણી જંગ ?!
અમદાવાદ બાર એસોસીએશનમાં એલ.આર. પદ ઉપર કોમલબેન ત્રિવેદી, સ્મોલકોઝ કોર્ટ બારમાં જે. આર. પ્રજાપતિ બીનહરીફ ચૂંટાયા ?!
અમદાવાદ બાર એસોસીએશનના વકીલ મતદારોની મહત્વપૂર્ણ સમસ્યાના ઉકેલ માટે તથા બારના ગૌરવવંતા ઈતિહાસની પુનઃસ્થાપના માટે સક્ષમ અને મૂલ્યનિષ્ઠ ઉમેદવારો ચૂંટવા માટે ખેલાતા ચૂંટણી જંગનું પરિણામ જાગૃત મતદારો નકકી કરી શકશે ?!
તસ્વીર સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાયસંકુલની છે ! જયાં અમદાવાદ બાર અને સ્મોલકોઝ કોર્ટ બારની ચૂંટણીનો સત્તાકીય વ્યુહાત્મક ચૂંટણી જંગ જામ્યો છે ! આ બારમાં તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રના શ્રેષ્ઠ નેતાઓએ વકીલાત કરી છે ?!
અમદાવાદ બારમાં ગાંધીવાદી મૂલ્યોના સમર્થક, નિડર અને કાબેલ ઉમેદવાર ચૂંટાતા અમદાવાદ બારના પ્રગતિશીલ, ગાંધીવાદી, સક્ષમ, નિડર અને અમદાવાદ બારની ગરિમાના રખેવાળ તરીકે ઓળખાતા ગુજરાત બાર કાઉÂન્સલના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષિતનો આર્તનાદ શું છે ?! તે વકીલો સમજે, વિચારે અને મતદાન કરે ! અમેરિકન વિજ્ઞાપન જગતના કલ્પનાશીલ સર્જક બીલ બર્નાબાક કહે છે કે, “તમે કેટલી જાહેરાતો બનાવો છો એ લોકો નથી ગણતા, તમે કેવી છાપ છોડો છે તે જ તેઓ યાદ રાખે છે”!
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના જાણીતા સીનીયર એડવોકેટ, ગુજરાત બાર કાઉÂન્સલના પૂર્વ સભ્ય, કાયદાક્ષેત્રના કેળવણીકાર, અમદાવાદ બારના પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષિત એક પ્રતિભાશાળી, નિડર અને સક્ષમ પ્રમુખ તરીકે સુંદર કામગીરી કરી છે ! તેઓએ અમદાવાદ બારની ગરિમા જાળવવા અને વકીલોની સમસ્યાઓના ઉકેલને પ્રથમ પ્રાથમિકતા આપી હતી !
ઉદાર મતવાદી અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી વિનોદચંદ્ર દિક્ષિત આજે અમદાવાદ બારની અને વકીલોની ચિંતા કરતા કહે છે કે, “આજે અમદાવાદ બારના વકીલોને નિડર, સક્ષમ અને વકીલાતની વ્યવસાયિક ગરિમા અને મૂલ્યો જાળવે એવા ઉમેદવારો દરેક પોસ્ટ ઉપર ચૂંટવાની ભાવના અભિવ્યક્ત કરી છે”! આજે મતદાનની પેટર્ન બદલાઈ છે ! સાદગી અને પ્રતિભાની પસંદગી વકીલ મતદારો ઓછી કરતા અને ચૂંટણી જીતવી એટલી ખર્ચાળ થઈ ગઈ છે કે, હવે કાબેલ, પ્રગતિશીલ, વિચારક, રાજકારણથી ઉપર ઉઠીને મતદાન કરનારા ઘટયા છે ?!
અને એટલે જ વકીલોની સમસ્યાઓ વધી છે ! જુનીયર્સ વકીલો માટે લાયબ્રેરીના દરવાજા ખુલ્લા હોવા જોઈએ ! તેમને માટે વખતો, વખત સેમીનારો યોજાવા જોઈએ ! સક્ષમ કાયદાવિદ હોય એવા બારના પ્રમુખ ચૂંટવા જોઈએ જેથી હાઈકોર્ટમાં રજૂઆત કરવા જનાર બારના પ્રમુખને હાઈકોર્ટમાં રીસ્પેકટ મળે ! ખોટા કોસ્ટના ઓર્ડરો થતાં અટકાવવાની બારના પ્રમુખમાં કાબેલિયત અને હિમ્મત જોઈએ ! નૈતિકતાભર્યાે બારમાં માહોલ હોવો જોઈએ !
પ્રિન્સીપાલ જજ પણ બારમાં પ્રતિનિધિઓને મળવાનો સમયસર સમય ન આપે તે પ્રમુખ કઈ કરી ના શકે ને એવા ઉમેદવારો ચૂંટીને વકીલોને શું ફાયદો થશે ?! માટે અમદાવાદ બારનો ગૌરવવંતો ઈતિહાસ ફરી ઉજાગર કરવા શોધી, શોધીને શ્રેષ્ઠ ઉમેદવાર ચૂંટવાની જરૂર છે ! આ જ સમસ્યાઓનો સાચો ઉકેલ છે ! ઈન્સેન્ટ તસ્વીર અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્રભાઈ દિક્ષિતની છે ! વકીલો આજે પણ તેમને દિલથી મળવા આવે છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ઈટાલિયન તત્વજ્ઞાની અને વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલિ કહે છે કે, “શ્રી પરમેશ્વરે આાપણને સંવેદન, તર્ક અને બુÂધ્ધથી વિભૂષિત કર્યા છે ! પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું ભુલી ગયા છીએ, આજ એવા સાધનો છે જે જ્ઞાન પ્રાપ્તિ માટે સૌથી મહત્વના છે”!! જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ એલ. વેગનર કહે છે કે, “આપણે એ સંભાવનાઓ માટે સદૈવ તૈયાર રહેવું જોઈએ કે વિજ્ઞાન જે કાંઈપણ શોધ કરે એ છેવટે માનવ જાતને મેળવેલા જ્ઞાનમાં સુધારો કરે”!!
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં કાર્યરત “અમદાવાદ બાર એસોસીએશન”ની રસપ્રદ અને વ્યુહાત્મક ચૂંટણી યોજાવા જઈ રહી છે ! અનુભવી, પ્રગતિશીલ વકીલાતના વ્યવસાયિક મૂલ્યોની રખેવાળી ઈચ્છતાં અને વકીલના સળગતા પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છતાં વકીલ મતદારોને પોતાના સક્ષમ, વિચારશીલ અને પ્રતિભાશાળી ઉમેદવાર ચૂંટવાનો આ અધિકાર છે !! પરંતુ ડીનર ડીપ્લોમસીનું રાજકારણ, જ્ઞાતિવાદ દરેક ચૂંટણીમાં અસર કર્યા પછી કયારેક કાબેલ લઅને કર્મશીલ ઉમેદવારો ચૂંટાતા નથી ! અને વકીલાતના વ્યવસાયિક મૂલ્યો પર કુઠારાઘાત થાય છે ! પછી વકીલ મતદારો પસ્તાય છે ! ત્યારે હવે અમદાવાદ બાર એસોસીએશનના વકીલ મતદારો કેટલી જાગૃતિથી અને જવાબદારીપૂર્વક મતદાન કરે છે તેના પર અમદાવાદ બાર એસાસીએશનનું તથા તેમના વકીલ સભ્યોનું ભાવિ નકકી થશે ?!
અમદાવાદ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ ઉપર શ્રી હરેશભાઈ શાહ અને શ્રી જગતભાઈ ચોકસી વચ્ચેના વ્યુહાત્મક ચક્રવ્યુહ સાથેના ચૂંટણી જંગમાં સક્ષમ વિચારશીલ અને દુરંદેશી નિર્ણયો કરવાની ક્ષમતા વાળા ઉમેદવારની જીતની શકયતા છે !
અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક અને ઈજનેર ચાર્લ્સ એફ. કટરિંગ કહે છે કે, “જો તમે આખો દિવસ ગઈકાલ વિષે જ વિચારતા રહેશો તો બહેતર આવતીકાલ કયારેય નથી આવતી”! આ વિચારીને અમદાવાદ બારના ચૂંટણી જંગમાં શ્રી હરેશભાઈ શાહે તેમના સમર્થકોના માર્ગદર્શનહેઠળ આ ચૂંટણી લડી રહ્યા હોવાનું મનાય છે ! શ્રી હરેશભાઈ શાહ ભૂતપૂર્વ બારના પ્રમુખ છે ! એક પ્રગતિશીલ અને કર્મશીલ આખી ટીમ બનાવીને તેઓ ભૂતકાળમાં બારને સુંદર અને શ્રેષ્ઠ વહીવટ આપ્યો હતો !
જુના વકીલ મતદારો આનાથી સુમાહિતગાર છે ! તેઓ નિવૃત્ત સરકારી વકીલ પણ છે ! એટલે સરકારમાં પણ કામો કરાવવાની તેમની ક્ષમતા છે ! તેમજ બાર અને બેન્ચના પ્રશ્નો સમજાવટથી ઉકેલવાની ક્ષમતા પણ છે ! ગુજરાત હાઈકોર્ટના એડમીનીસ્ટ્રેટીવ જજ સાથે બેસીને સીધી વાત કરવાની પણ કાબેલિયત છે ! બારમાં વકીલો પર કોસ્ટના ઓર્ડરો કયારેક કથિત રીતે ઉતાવળે થાય છે !
વકીલને ફી આપી હોય એટલો જ કયારેક કોસ્ટનો હુકમ થાય તો વકીલાતનો વ્યવસાય જ પડી ભાંગે ?! આ સમસ્યાઓનો ઉકેલ આજ સુધી વકીલ મતદારોને મળ્યો નથી ! ભૂતકાળમાં શ્રી વિનોદચંદ્ર દિક્ષિત જેવા બારના પ્રમુખ હતાં ત્યારે તેમણે હાઈકોર્ટમાં લડીને કોસ્ટના ઓર્ડરોની “આખી યાદી” રદ કરાવી હતી ! આ તાકાત બારના પ્રમુખશ્રીમાં ન હોય તે કેમ ચાલે ?!
અહીં વિચાર વિમર્શથી પ્રશ્ન ન ઉકેલાય તો હડતાલ પાડવાની બારના પ્રમુખમાં હિંમ્મત જોઈએ ! એવું હવે વકીલ મતદારો પણ કહેતા થયા છે ! આ જોતાં એવું લાગે છે કે સમગ્ર બાર હવે કોઈ નવા પ્રમુખની શોધમાં છે ?! એ જોતાં શ્રી હરેશભાઈ શાહની તરફેણમાં ચૂંટણીનું વાતાવરણ જામતું જાય છે ! જોઈએ આખરે વકીલ મતદારો શું ફેંસલો કરે છે ?!
અમદાવાદ બારના બીજા પ્રમુખ પદના ઉમેદવાર છે શ્રી જગતભાઈ ચોકસી તેઓ બાર અને બેન્ચ વચ્ચે સમતુલા જાળવી ચૂકેલા અનુભવી અને સમજદાર વ્યક્તિત્વ ધરાવતા ઉમેદાર છે ! તેઓએ વકીલોના પ્રશ્ને કર્મશીલતા સાથે રજૂઆત કરતા રહ્યા છે ! શ્રી જગતભાઈ ચોકસીનો મળતાવડો અને સરળ સ્વભાવ છે તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદ બારે અને સ્મોલકોઝ કોર્ટ બારે સુંદર કાર્યક્રમો પાર પાડયાહતાં !
શ્રી જગતભાઈ ચોકસીના નેતૃત્વ હેઠળ લાયબ્રેરીનો વિકાસ થયો છે ! વકીલોની બેઠક વ્યવસ્થાના પ્રશ્નો ઉકેલાયા છે ! લીફટના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કર્યા છે ! આમ તેઓ પ્રગતિશીલ અને કર્મશીલ ઉમેદવાર છે ! પરંતુ તેઓએ જ શ્રી હરેશભાઈ શાહને ઉમેદવારી કરવા પ્રોત્સાહિત કર્યા પછી છેલ્લી ઘડીએ પોતે પ્રમુખ પદ ઉપર ચૂંટણી લડવા ઉભા થઈ જતાં સમગ્ર બારમાં આ મુદ્દો ટોક ઓફ ધી બાર બન્યો છે ! “આ કેવી રણનિતિ છે ?!”
જયારે શ્રી જગતભાઈ ચોકસીના ટેકેદારો કહે છે કે, “ગુજરાત બાર કાઉÂન્સલના હોદ્દેદારો નકકી કરશે કે અમદાવાદ બારમાં પ્રમુખ કોણ બનશે ?!” માટે શ્રી જગતભાઈ ચોકસીએ તેના વિરૂધ્ધમાં ઉમેદવારી નોંધાવી છે ! એ જોઈ વિચારી મતદાન કરવાનો આ અવસર છે ! એવું સીનીયર ધારાશાસ્ત્રીઓનો ખુલ્લો મત છે ! ત્યારે શ્રી જગતભાઈ ચોકસી સામે ચૂંટણી જીતવી એ મોટો પડકાર છે ?! તેઓ આ પ્રશ્નો સામે કેટલું “ડેમેજ કંટ્રોલ” કરે છે ?! ચૂંટણીના ચાણકય ગણાતા શ્રી જગતભાઈ ચોકસી પોતાના મુદ્દા વકીલ મતદારોના દિલ સુધી પહોંચાડવામાં કેટલા સફળ થાય છી એ જોવાનું રહે છે !
અમદાવાદ બારના એલ.આર. પદ ઉપર કોમલબેન બી. ત્રિવેદી બીનહરીફ ચૂંટણી જીતીને પોતાના સરળ સ્વભાવ અને સક્ષમતાનો પરિચય આપ્યો છે !
અમેરિકન વૈજ્ઞાનિક ચાર્લ્સ એફ. કટરિંગે કહ્યું છે કે, “સુંદર રીતે રજૂ કરેલો પ્રશ્ન અડધા ઉકેલ જેવો હોય છે”! અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ સ્વ. શ્રી બીપીનભાઈ ત્રિવેદીના દિકરી અને કર્મશીલ એડવોકેટ કોમલબેન બી. ત્રિવેદી એક વિવેકશીલ, જાગૃત અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવે છે ! કોમલબેન ત્રિવેદીએ બારમાં પ્રતિનિધિત્વ કરતા આવેલા અનુભવી ઉમેદવાર છે ! એલ.આર. પદ ઉપર બીનહરીફ ચૂંટાયા તે સમગ્ર બાર માટે ગૌરવની વાત છે ! તેઓ ગુજરાત બાર કાઉÂન્સલના કોપ્ટ સભ્ય છે !
સ્મોલકોઝ કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી જે. બી. પ્રજાપતિ બીનહરીફ ચૂંટાઈને મેદાન મારી ગયા ! જયારે સેક્રેટરી પદ ઉપર વૈશાલીબેન ભટ્ટ વ્યુહાત્મક ચૂંટણી જંગ ખેલશે ?!
જર્મનીમાં જન્મેલા અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશર કહે છે કે, “વધુ શિખવું કઠિન નથી, પોતાની ભુલ સ્વીકારી તેમાંથી કશું ન શિખવું એ કઠિન છે”! સ્મોલકોઝ કોર્ટ બારના પ્રશ્નોમાંથી શિખતા, શિખતા નેતૃત્વ કરવાને લીધે શ્રી જે. બી. પ્રજાપતિ સ્મોલકોઝ કોર્ટસ બાર એસોસીએશનમાં પ્રમુખ પદ ઉપર બીનહરીફ ચૂંટાયેલા જાહેર થતાં તેઓએ પોતાના વિચારો અભિવ્યક્ત કરતા જણાવ્યું છે કે, “તેઓ સ્મોલકોઝ કોર્ટ નવનિર્મિત બિલ્ડીંગમાં આવી તથા રેન્ટ એકટને વધુ ને વધુ સમય માટે લંબાવડાવી ચાલુ રાખવામાં સફળ રહ્યા છે”
નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અને કાયદામંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી ખુંટતો સ્ટાફ અને વધુ ન્યાયાધીશોની નિયુક્તિ કરાવવામાં પોતે સફળ કામગીરી કરી હોવાનું તેઓએ જણાવ્યું છે ! માર્ચ-૨૦૨૬ સુધી લંબાવી કરાવડાવેલ રેન્ટ એકટને કાયમી સ્વરૂપ પ્રાપ્ત થાય, સ્મોલકોઝ કોર્ટને નવા જયુરીશડીકશન પ્રાપ્ત થાય તેવા તેઓ પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે ! પરંતુ નવા પ્રગતિશીલ નિર્ણયો જુનીયર્સ વકીલોના હિતમાં કરવાની જરૂર છે ! એવો વકીલ મતદારોનો પણ અભિપ્રાય છે !
અમદાવાદ સ્મોલકોઝ કોર્ટ બારની ચૂંટણીમાં સેક્રેટરી પદ ઉપર વૈશાલીબેન ભટ્ટ ચૂંટણી લડી રહ્યા છે ! તેઓ ઘણાં સમયથી બારમાં સેક્રેટરી પદ ઉપર ચૂંટાઈને વકીલ મતદારોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે ! મહિલા વકીલ મતદારોમાં તેમની સારી પ્રતિષ્ઠા છે ! અને તમામ વકીલ મતદારો સાથે તેમનો માયાળુ સ્વભાવ અને વિધેયાત્મક કર્મશીલતા તેમને જીત અપાવતી રહી છે ! સ્મોલકોઝ કોર્ટ બારમાં પણ હવે સત્તાનું રાજકારણ મહત્વ ધારણ કરી રહ્યું છે !
માટે તેમની સામે પણ ચૂંટણીલક્ષી પડકારો ઉભા થયા છે ! ત્યારે ચૂંટણી લડનારે પડકારોને નજરઅંદાજ કર્યા વગર વધુ મહેનત કરવી જોઈએ ?! જો વૈશાલીબેન પોતાના મુદ્દાઓ સાથે પ્રચાર કરવાની જરૂર છે ! જેથી બારની એકતા, ગરિમા અને બાર અને બેન્ચ વચ્ચેના પ્રશ્નો વિધેયાત્મક રીતે ઉકેલી શકયા !
અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં કાર્યરત અમદાવાદ બાર એસોસીએશનની ચૂંટણીમાં અનેક ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ?!
જાપાનીઝ ઉદ્યોગપતિ અકીઓ મોરીટા કહે છે કે, “સર્જનાત્મકતા તે કોઈની પાસે હોય, પણ એનો ઉપયોગ કેમ કરવો એ બહું ઓછા જાણતા હોય છે”! અમદાવાદ બાર એસોસીએશનમાં દરેક પોસ્ટ ઉપર અનેક ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ! જેમાં કાબેલ અને કર્મશીલ હોય તેમને ચૂંટવાની સમયની માંગ છે ! ઉપપ્રમુખ પદ ઉપર શ્રી વિનોદકુમાર ભટ્ટ, શ્રી ભાવિનભાઈ ભાવસાર, શ્રી અશોકકુમાર ચીતરીયા, શ્રી ઈફતેખારહુસેન મલેક, શ્રી વિજયકુમાર ઉપાધ્યાય ઉપ પ્રમુખ પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે !
જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર શ્રી નિતિનકુમાર દેવલકર, પુજન ડી. પંડયા, દિલિતસિંહ રકકડ, તિલકકુમાર સલોટ, જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે ! ખજાનચી પદ ઉપર બેલાબેન પંડયા, રાજેશ્વરીબેન ડાભી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે !
કારોબારી પદ ઉપર ૩૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે ! અમદાવાદ બારની કારોબારી પદ ઉપરની ચૂંટણી લડનારા ઉમેદવારો છે !
અમદાવાદ બારની કારોબારી પદ ઉપર ૩૩ ઉમેદવારો મેદાનમાં છે ! જેમાં એક પિન્કીબેન રાજપુત છે ! કામીનીબેન ચૌહાણ, લીનાબેન પંડયા, નેહાબેન ત્રિપાઠી, શ્રી જીતેન્દ્રભાઈ ભરવાડ, શ્રી પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી અંકિતભાઈ ચકવાલા, ચંદ્રલેખા ચૌહાણ, શ્રી શૈલેષભાઈ દવે, શ્રી અંકિતભાઈ દેસાઈ, શ્રી નિર્મિતભાઈ દિક્ષિત, શ્રી ભૂપતદાન ગઢવી, હેતલ ગોહિલ, શ્રી હર્ષિલ જોષી,
શ્રી પ્રશાંત કલાલ, શ્રી જયેશભાઈ મહેતા, શ્રી ઉમંગભાઈ ઓઝા, લીના અધ્યાય, શ્રી અરવિંદકુમાર પારેખ, શ્રી ભાવેશકુમાર પટેલ, આરતી રાજવાણીયા, શ્રી વિનિતભાઈ રાણા, શ્રી દુષ્યંતભાઈ રાઠોડ, શ્રી દર્શનભાઈ રાવલ, શ્રી અનુજભાઈ શાહ, શ્રી ધ્રુવભાઈ શાહ, શ્રી હર્ષભાઈ શાહ, શ્રી પારસભાઈ વિરમગામી, શેખ મોહંમદઈરફાન, શેખ મોહંમદ જાવેદ, શ્રી ભાવિનભાઈ વ્યાસ સહિતનાઓ અમદાવાદ બારની કારોબારી પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે !
