દિલજિત દોસાંજે ઇમ્તિઆઝ અલી સાથે બીજી ફિલ્મની જાહેરાત કરી
મુંબઈ, દિલજિત દોસાંજે ઇમ્તિઆઝ અલી સાથે ઓફિશિયલી પોતાની બીજી ફિલ્મની જાહેરાત કરી છે. તાજેતરમાં જ દિલજિતે પંજાબથી તેના એક શૂટનો બિહાઇન્ડ ધ સીન વ્લોગ પોસ્ટ કર્યાે છે. તેણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે હતો, જેમાં તેણે સેટ પર પોતાનાં રુટીનની ઝલક આપી હતી અને સાથે એ પણ જાહેર કરી દીધું હતું કે અમરસિંહ ચમકિલાની સફળતા પછી તે અને ઇમ્તિઆઝ અલી ફરી એકસાથે કામ કરી રહ્યા છે.
આ વ્લોગમાં દિલજિત પોતાનો દિવસ સવારે ૪.૩૦ વાગ્યે શરૂ કરતો દેખાય છે, પછી એ થોડી વાર વર્ક આઉટ કરે છે. પછી તે સવારનો નાસ્તો કરવા માટે બેસે છે, જેમાં તે ફળો અને પ્રોટીન ખાય છે. પછી તે પોતાની ટીમ સાથે શૂટ માટે જાય છે.
સેટ પરના વ્લોગમાં તે ગ્રીન સ્ક્રીન સામે એક સીન શૂટ કરી રહ્યો છે અને સાથે જ ઇમ્તિઆઝ અલી સાથે વાત કરતો દેખાય છે. તેનાથી સાબિત થાય છે કે ઇમ્તિઆઝ અલી અને દિલજિત ફરી એકસાથે કામ કરી રહ્યા છે. આ સીનનું શૂટ પૂરું કર્યા પછી તે એક હવેલીમાં પહોંચે છે, જ્યાં તે આ શૂટ દરમિયાન રોકાયો છે.
આ પહેલા દિલજિતે બોર્ડર ૨માં કામ કર્યું છે, જેમાં દિલજિત એક ફાઇટર પાઇલોટનો રોલ કરે છે, બોર્ડરની સ્ટોરીમાં પહેલી વખત એરફોર્સની મહત્વની ભૂમિકા જોવા મળશે. તેના સિવાય આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ અનુરાગ સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ રિલીઝ થશે.SS1MS
