ઉશ્કરણીજનક નિવેદન ઉપર ૧૫ દિવસમાં ક્રાઇમ બ્રાંચ રિપોર્ટ દાખલ કરે: સુપ્રીમ
નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામ આવી ચુકયા છે. જો કે ચુંટણી પ્રચાર દરમિયાન ભારે આરોપ પ્રત્યારોપ થયા હતાં દિલ્હીની એક અદાલતે માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના નેતા વૃંદા કરાત દ્વારા ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરૂધ્ધ તેમની કહેવાતા ઉશ્કરણીજનક નિવેદનો માટે દાખલ એક ફરિયાદ પર ક્રાઇમ બ્રાંચને ૧૫ દિવસોની અંદર એટીઆર એટલે કે કાર્યવાહી રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. મુખ્ય મહાનગર દંડાધિકારી વિશાલ પાહુજાએ રિપોર્ટ દાખલ કરવા માટે ક્રાઇમ બ્રાંચ દ્વારા માંગવામાં આવેલ આઠ અઠવાડીયાની સમય સીમાને રદ કરી દીધી અને કહ્યું કે મામલો સંવેદશીલ છે.આ મામલામાં વધુ સુધી સુનાવણી ૨૬ ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
કરાતે ધાર્મિક ભાવના ઉશ્કેરવા વિશ્વાસ તોડવા અને અપરાધિક ધમકી આપવાનો આરોપ લગાવતા ભાજપ નેતાઓની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો હતો અનુરાગ ઠાકુર પર આરોપ છે કે દિલ્હીના રિઠાલા વિસ્તારમાં રેલીને સંબોધિત કરવા દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું આરોપ છે કે તેમણે મંચથી દેશના ગદ્દરોને …નું સુત્ર આપ્યું હતું જયારે પ્રવેશ વર્માએ કહેવાતી રીતે કહ્યું કે તેમના સંસદીય વિસ્તારમાં જે પણ મસ્જિદ સરકારી જમીન પર બની છે તેને ખાલી કરી દેવામાં આવશે બંન્ને જ નેતઓ પર ચુંટણી પંચે તેમના પ્રચાર કરવા પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો.